iPhone 7 પર મળી રહ્યું છે 17,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો ક્યાંથી ખરીદશો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • iPhone 7 પર મળી રહ્યું છે 17,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો ક્યાંથી ખરીદશો

iPhone 7 પર મળી રહ્યું છે 17,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો ક્યાંથી ખરીદશો

 | 4:05 pm IST

પાછલા કેટલાક દિવસથી ઈ-કોમર્સ વેબસાઈટ્સ વચ્ચે iPhoneમાં ઓફર્સ આપવાની હોડ લાગી છે. ગુરૂવારે ફ્લિપકાર્ટ ફાધર્સ ડે હેઠળ iPhone 6ને 21,999 રૂપિયામાં વેચી રહી હતી. હવે એમેઝોન એકવાર ફરી પોતાનો મોર્ચો ખોલી લીધો છે. એમેઝોન iPhone 7 પર ડિસ્કાઉન્ટ લઈને આવી છે.

કંપનીના અલગ-અલગ સ્ટોરેજ વેરિએન્ટ પર અલગ-અલગ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વેરિએન્ટ પર એક્સચેન્જ ઓફર્સ પણ અલગ છે અને ડિસ્કાઉન્ટ સાથે કેટલીક બાયબેક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. iPhone 7 (32GB) 14,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 45,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે iPhone 7 (256GB) બ્લેક વેરિએન્ટ 16 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 65,699 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Apple iPhone 7ના 128GB વેરિએન્ટ પર 17,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, જેમાં ગ્રાહકો આને 52,972 રૂપિયામાં ખરીદી શકશે. જણાવી દઈએ કે, iPhone 7ને iPhone 7 Plus સાથે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.