Apple સ્ટોરમાં બ્લાસ્ટ થયો iPhone, એક યુવક થયો ગંભીર રીતે ઘાયલ - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • Apple સ્ટોરમાં બ્લાસ્ટ થયો iPhone, એક યુવક થયો ગંભીર રીતે ઘાયલ

Apple સ્ટોરમાં બ્લાસ્ટ થયો iPhone, એક યુવક થયો ગંભીર રીતે ઘાયલ

 | 12:16 pm IST

Apple સ્ટોર પર એક iPhone બ્લાસ્ટ થવાથી એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના સ્વિત્ઝરલેન્ડ ઝ્યૂરિકના એક Apple સ્ટોર પર થઈ હતી. રિપોર્ટના અનુસાર, ઝ્યૂરિક પોલીસે આ ઘટના અંગેની જાણકારી આપતા કહ્યું હતું કે, Apple સ્ટોર પર એક યુવક ફોન રિપેર કરી રહ્યો હતો ત્યારે આઈફોન બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી યુવકનો હાથ બળી ગયો હતો અને અન્ય 7 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જે સમયે આ ઘટના થઈ હતી તે સમયે સ્ટોર પર લગભગ 50 લોકો હાજર હતા. જેમાંથી ગ્રાહક અને સ્ટાફના લોકો પણ હતા. અત્યારે પોલીસ આ બાબત વિશે તપાસ કરી રહી છે. જો કે, આ ઘટના વિશે Apple તરફથી હજું સુંધી કોઈ સમાચાર નથી આવ્યા.