આ દેશનું નામ લખતા જ ક્રેશ થઇ જાય છે iphone, viral video - Sandesh
  • Home
  • Featured
  • આ દેશનું નામ લખતા જ ક્રેશ થઇ જાય છે iphone, viral video

આ દેશનું નામ લખતા જ ક્રેશ થઇ જાય છે iphone, viral video

 | 9:10 pm IST

આઈફોન, આઈપેડ અને આઈપોડ ટચ મોડલ્સ પર એક અલગ પ્રકારની સમસ્યા ઘણા દેશોમાં સામે આવી રહી છે. જેમાં એક દેશનું નામ સર્ચ કરવા પર યુઝર્સના આઈફોન ક્રેશ થઈ ગયા. આ એક પ્રકારનું આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ બગ હતું, જેના વિશે અમેપરિકાની સુરક્ષા એજન્સી એનએસએના પૂર્વ સિક્યોરિટી રિચર્સર પૈટ્રિક વાર્ડલે શોધખોળ કરી.

યુઝર્સના તાઈવાન ટાઈપ કરતા જ તેમનું ડિવાઈશ ક્રેશ થઈ ગયું. ઘટના સાથે જોડાયેલી વીડિયા ક્લીપ પણ સામે આવી છે. જેમાં તાઈવાન લખ્યા બાદ ડિવાઈસ આપમેળે બંધ થઈ જાય છે. ટેક્સ્ટ સાથે નજર આવતા ઈમોજી તે દરમિયાન ગાયબ હતા.

રિપોર્ટ અનુસાર, વર્ષ 2017ની શરૂઆતમાં એપલમાં સેન્સરશીપ ફંક્શન મળી આવ્યું હતું. ફોનમાં લોકેશન સેટિંગમાં જ્યારે ચીન આવતું, ત્યારે તેના પર તાઈવાનના ઝંડાનું ઈમોજી ગાયબ થઈ જતું. એવામાં આઈફોન પર ટાપુની ઓળખ નહોતી થઈ રહી.