Appleએ કર્યા iphoneની કિંમતોમાં વધારો, આ છે નવી કિંમતો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • Appleએ કર્યા iphoneની કિંમતોમાં વધારો, આ છે નવી કિંમતો

Appleએ કર્યા iphoneની કિંમતોમાં વધારો, આ છે નવી કિંમતો

 | 5:13 pm IST
  • Share

જો તમે આઈફોન ખરીદવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારા માટે એક નિરાશાજનક સમાચાર છે. એપલે આઈફોનના દરેક મોડલની કિંમતમાં 3.5%નો વધારો કર્યો છે. iPhone SE સિવાય દરેક મોડલ પર આ વધારો લાગુ થશે, કારણકે SEનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થાય છે.

તાજેતરમાં જ સરકારે મોબાઈલ ફોન, વીડિઓ કેમેરા અને ટેલીવિઝનમાં ઘણો મોટો વધારો કર્યો છે. સરકારે મોબાઈલ ફોનની ઈમ્પોર્ટ ડ્યુટી પર 5% વધારો કર્યો છે. ભારતમાં ઈમ્પોર્ટ થતા દરેક હેન્ડસેટ પર આ વધારો લાગુ થયો છે. Appleની આ વધેલી કિંમતો 18 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. Appleએ iPhone 6ની કિંમતમાં 4.3%નો વધારો કર્યો છે અને 256GB વાળા iphone 8ની કિંમતમાં 3.1%ની વધારો કરાયો છે.

નવા અને જુના ફાઈલ નીચે પ્રમાણે છે
iPhone 6 32GB: જૂની કિંમત- 29500, નવી કિંમત- 30780
iPhone 6S 32GB: જૂની કિંમત- 40000, નવી કિંમત- 41550
iPhone 6S 128GB: જૂની કિંમત- 49000, નવી કિંમત- 50660
iPhone 6S Plus 128GB: જૂની કિંમત- 58000, નવી કિંમત- 59860

iPhone 7 32GB: જૂની કિંમત- 49000, નવી કિંમત- 50810
iPhone 7 128GB: જૂની કિંમત- 58000, નવી કિંમત- 59910
iPhone 7 Plus 32GB: જૂની કિંમત- 59000, નવી કિંમત- 61060
iPhone 7 Plus 128GB: જૂની કિંમત- 68000, નવી કિંમત- 70180

iPhone 8 64GB: જૂની કિંમત- 64000, નવી કિંમત- 66120
iPhone 8 256GB: જૂની કિંમત- 77000, નવી કિંમત- 79420
iPhone 8 Plus 64GB: જૂની કિંમત- 73000, નવી કિંમત- 75450
iPhone 8 Plus 256GB: જૂની કિંમત- 86000, નવી કિંમત- 88750

iPhone X 64 GB: જૂની કિંમત- 89000, નવી કિંમત- 92430
iPhone X 256 GB: જૂની કિંમત- 10,2000 નવી કિંમત- 105720

મેક ઇન ઇન્ડિયાને ટેકો આપવા આયાત ડયૂટી વધારાઇ

સરકારે ઘરેલું ઉદ્યોગોને ટેકો મળે એ માટે આયાત ડયૂટીમાં વધારો કર્યો છે. મોબાઇલમાં મોટા ભાગના ફોન ચીનથી આયાત થાય છે અને એ સંજોગોમાં ઘર આંગણે ઉત્પાદિત મોબાઇલ ફોન સામે સ્પર્ધાત્મક રહી શકતો નથી. એ કારણથી જ આયાત ડયૂટી વધારી છે.આ દ્વારા સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માગે છે, એવા સંકેત મળી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો