આ વર્ષે મોટી સ્ક્રીન સાથે લોન્ચ થઈ શકે છે iPhone SE 2 - Sandesh
  • Home
  • Technology
  • આ વર્ષે મોટી સ્ક્રીન સાથે લોન્ચ થઈ શકે છે iPhone SE 2

આ વર્ષે મોટી સ્ક્રીન સાથે લોન્ચ થઈ શકે છે iPhone SE 2

 | 4:21 pm IST

iPhone SE 2 ના વિશે અત્યારે કોઈ જાણકારી આપવામાં નથી આવી, પંરતુ ચીનના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપ્પલ WWDC ડેવલપર્સ કૉન્ફરન્સમાં આ વર્ષે લોન્ચ કરવાની તૈયારીમાં છે. સાથે તે પણ દાવો કરવામાં આવ્યો છે કે iPhone SE ના આ અપડેટ મોડલમાં નવા સ્પેસિફિકેશન પણ હશે.

રિપોર્ટના અનુસાર, તેમાં A10 પ્રોસેસર અને 4.2 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવશે. KGI સિક્યોરિટી એનાલિસ્ટ મિંગ-ચી-કુઓએ જાણકારી આપી છે કે આ અપકમિંગ મોડલમાં iPhone X, iPhone 8 અને iPhone 8 Plus નાં પોપ્યુલર ફીચર વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ અને 3D સેસિંગ નહીં હોય. જો કે, આ મોડલ આઉટ ઓફ ધ બોક્સ iOS 12 પર ચાલશે.

QQ દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, iPhone SE 2 ને આ વર્ષે જુન સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. iPhone SE 2 મોડલમાં 4.2 ઈંચ ડિસ્પ્લે, A10 પ્રોસેસરની સાથે 2GB રેમ આપવામાં આવશે. તેને 32GB અને 128GB ના બે વેરિયેન્ટમાં લોન્ચ કરવામાં આવશે અને હોમ બટન પર ફિંગરપ્રિંટ સેન્સર હશે. જો કે આ iPhone લોન્ચ થશે કે નહીં તેનાં વિશે અત્યારે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.