NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ભારતમાં iPhone SEનું પ્રોડક્શન શરૂ, આવતા મહિનાથી આવશે મેડ ઈન ઈન્ડિયા iPhone

ભારતમાં iPhone SEનું પ્રોડક્શન શરૂ, આવતા મહિનાથી આવશે મેડ ઈન ઈન્ડિયા iPhone

 | 8:00 pm IST

ટેકનોલોજી દિગ્ગજ એપલે ભારતમાં iPhone SEનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. હાલમાં જ કંપનીએ બેંગ્લુરૂમાં પ્લાન્ટ સેટઅપ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં આ પ્લાનમાં માત્ર iPhone SE એસેમ્બલ કરવામાં આવશે અને રિપોર્ટ અનુસાર તેઓ ટૂંક સમયમાં જ માર્કેટમાં આવી જશે.

રિપોર્ટ પ્રમાણે માત્ર કેટલાક હજાર જ આઈફોનનું પ્રોડક્શન થશે અને તેને હાલમાં ભારતમાં જ વેચવામાં આવશે. કર્નાટક સ્ટેટ ઓફિશિયલે આ વાતની પુષ્ટી કરી છે કે, ભારતમાં સૌથી પહેલા આઈફોનના પ્રોડક્શનની જવાબદારી એપલના ઉત્પાદક વિસ્ટ્રોન કોર્પને આપવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં એપલના ડિવાઈસ ખાસ કરીને આઈફોનનું માર્કેટ શેર ખુબ જ નીચો છે. આ માટે કંપની અહી માટે પોતાની સ્ટ્રેટર્જી બદલી રહી છે. હાલમાં જ રિપોર્ટ આવી છે કે, કંપની દેશમાં ઓનલાઈન સ્ટોર શરૂ કરશે, કેમ કે ભારતમાં એકપણ એપલ સ્ટોર નથી. આ ઓનલાઈન સ્ટોર પર માત્ર iPhone SE અને એપલની એસેસરીઝ મળશે. સુત્રો અનુસાર એપલ હવે iPhone 5Sની ઓફલાઈન સ્ટોરમાં સ્પલાય ઓછું કરશે જેથી તેને માત્ર ઓનલાઈન વેચી શકાય.

સૌથી મોટો પ્રશ્ન તે છે કે, શું મેડ ઈન ઈન્ડિયા iPhone SE સસ્તો હશે? જોકે, કંપનીએ આ વિશે સ્પષ્ટતા કરી નથી અને હાલમાં તેની શરૂઆતી કિંમત 20 હજાર રૂપિયા છે.