iPhone users never use WiFi with a weird name
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અજીબોગરીબ નામ વાળા WiFi દ્વારા તમારા પર્સનેલ ડેટા થઈ જશે લીક

અજીબોગરીબ નામ વાળા WiFi દ્વારા તમારા પર્સનેલ ડેટા થઈ જશે લીક

 | 1:17 pm IST
  • Share

  • સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા યૂઝર્સે થોડી સાવધાની રાખવાની જરૂર
  • અજીબોગરીબ નામ વાળા વાઈફાઈ નેટવર્કથી સાવધાન રહો
  • પાસવર્ડ વગર વાઈફાઈને ક્યારેય કનેક્ટ ન કરો

આ ટેકનોલોજીના યુગમાં મોબાઈલ અને ઈન્ટરનેટ લોકોના જીવનના મહત્વના પાસા બની ગયા છે. ત્યારે ઘણી વખત લોકો ઈન્ટરનેટ ડેટા બચાવવા માટે પડોસી અથવા તો પબ્લિક પ્લેસ ઉપર પાસવર્ડ વગર વાઈફાઈ નેટવર્કથી કનેક્શન જોડવાનું પસંદ કરે છે. જો કે એવું કરવામાં રિસ્ક રહે છે. જેથી તમને નુકસાન પણ થઈ શકે છે. કેટલાક લોકો પોતાના WIFIનું નામ અજીબોગરીબ રાખતા હોય છે. જેમાં કે ^&*))%$#@)(*@! અથવા તો p%p%p%p%s%s%s%s%s જેવા.

પરંતુ હવે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા યૂઝર્સે થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમે આ માહિતી જાણ્યા પછી આવે કેરક્ટર્સ વાળા નેટવર્કથી ફોન ક્યારેય કનેક્ટ નહીં કરતા કારણ કે એવું કરવાથી તમને જે નુકસાન થઈ શકે છે તેનો અંદાજ પણ નહીં લગાવી શકો.

ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓમાં એક એપલના આઈફોન યૂઝર્સ માટે એક ચેતવણી જાહેર કરી છે. લેટેસ્ટ એલર્ટમાં કંપનીએ ગ્રાહકોને કેટલાક અજીબોગરીબ નામ વાળા વાઈફાઈ નેટવર્કથી સાવધાન કરતા તેમનાથી અંતર બનાવી રાખવાની ચેતવણી આપવામાં આવી છે. સાથે તેના નુકસાન વિશે પણ જણાવ્યું છે.

મળતી માહિતી મુજબ કંપનીએ એવા બગની ઓળખાણ કરી છે જે હંમેશા અલગ પ્રકારના નામ વાળા નેટવર્કમાં ઉપલબ્ધ હોય શકે છે. જે તમારા ફોન સાથે કેનક્ટ થઈને તેને હેંગ કરી દે છે અને તમારા ડેટા ચોરી કરી લે છે અને તમારા મોબાઈલને ક્રેશ પણ કરી શકે છે.

લોકોએ સોશિયલ મીડિયા ઉપર થયેલા નુકસાનની જાણકારી શેર કરી છે. સાથે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલમા જ નજરમાં આવેલું નવું બગ તમારા હેંડસેટની વાઈફાઈ કાર્યક્ષમતાને તોડી શકે છે. તેને ઠીક કરવાનું એકમાત્ર રીત છે પોતાના નેટવર્ક સેટિંગ્સને રિસેટ કરવું પડશે. આવા નેટવર્કનો ઉપોયગ ન કરવાથી મોટું નુકસાન થતા બચી શકાય છે.

એક ખાનગી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યા વિશે સૌથી પહેલા કાર્લ શોને જાણકારી મળી હતી. તેણે પોતાના વાઈફાઈ હોટસ્પોટનું નામ “%p%s%s%s%s%n” રાખ્યું હતું. પછી કાર્લે તેને પોતાના આઈફોન સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો તો ફોન ઉપર વાઈફાઈનું નામ આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે લોકોને પણ જાગૃત કર્યા હતા. તો સાથે સાથે કેટલાક જાણકારોનું માનવું છે કે આવું એટલા માટે થાય છે કારણ કે વાઈફાઈના નામની શરૂઆતમાં વધારે ચિહ્નનો ઉપયોગ કરવાથી આઈફોન ભ્રમિત થઈ જાય છે.

જો તમારો ફોન પણ આ બગનો શિકાર થઈ ગયો હોય તો સૌથી પહેલા ફોનના સેટિંગમાં જઈને તેમને રિસેટ કરી દો. આ દરમિયાન રિસેટ નેટવર્ક સેટિંગ અને પછી કમ્ફર્મની પૂષ્ટી કરો. જ્યારે તમારો આઈફોન ફરીથી ચાલૂ થઈ જાય તો તમે તમારૂં વાઈફાઈ ફરીથી સેટ કરી શકો છો. આવું કરવાથી તમારા છેલ્લા વાઈફાઈ પાસવર્ડ અને સેટિંગ્સ ડિલીટ થઈ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો