IPL પર કોરોનાનો એટેક, હૈદરાબાદનો નટરાજન પોઝિટિવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL પર કોરોનાનો એટેક, હૈદરાબાદનો નટરાજન પોઝિટિવ

IPL પર કોરોનાનો એટેક, હૈદરાબાદનો નટરાજન પોઝિટિવ

 | 2:00 am IST
  • Share

દિલ્હી કેપિટલ્સ સામે બુધવારે રમાનારી આઇપીએલ લીગના મુકાબલા પહેલાં ઔસનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી ટી. નટરાજન કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીસીસીઆઇએ પણ આ બાબતને સમર્થન આપીને જણાવ્યું હતું કે નટરાજનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને બાકીની ટીમથી અલગ આઇસોલેટ કરી દેવામાં આવ્યો છે. નટરાજનની નજીકના સંપર્કમાં આવેલા હૈદરાબાદના અન્ય છ સભ્યોને પણ ઔઆઇસોલેશનમાં મોકલી અપાયા છે. નટરાજનના સંપર્કમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટીમ મેનેજર વિજયકુમાર, ફિઝિયો શ્યામ સુંદર, તબીબ અંજના વાનન, લોજિસ્ટિક મેનેજર તુષાર ખેડકર તથા નેટ બોલર પેરિયાસ ગણેશન આવ્યા હતા. ટીમના અન્ય સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવવાના કારણે ઔબીસીસીઆઇએ દિલ્હી અને હૈદરાબાદની મેચ તેના નિર્ધારિત સમય મુજબ જારી રાખવાનો નિર્ણય કર્યો હતો. નટરાજન અને વિજય શંકર હૈદરાબાદના મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો