બ્રાવો સાથે વિરાટને લાગ્યો "ચેમ્પિયન"નો રંગ, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • બ્રાવો સાથે વિરાટને લાગ્યો “ચેમ્પિયન”નો રંગ, જુઓ વિડીયો

બ્રાવો સાથે વિરાટને લાગ્યો “ચેમ્પિયન”નો રંગ, જુઓ વિડીયો

 | 4:49 pm IST

IPL-11 શરૂ થતાં જ પાર્ટીઓનો દોર પણ શરૂ થઈ ચુક્યો છે. RCB કેપ્ટન વિરાટ કોહલી ભલે મેદાન પર પોતાના બેટિંગથી છાપ છોડી શક્યો નથી પરંતુ મેદાનની બહાર પોતાના ફેન્સની ખુશી માટે પોતાની દરેક એકશનથી ચર્ચામાં રહે છે. હાલમાં એક્શન ત્યારે જોવા મળી જ્યારે વિરાટ કોહલી ચેમ્પિયન ગીત પર ડ્વેન બ્રાવો સાથે ડાન્સ કરી રહ્યો હતો.

સોશ્યિલ મીડિયા પર વિરાટના ડાન્સનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોહલી, બ્રાવો ઉપરાંત હરભજન સિંહ અને કે એલ રાહુલ એકસાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. એક પ્રમોશનલ ઇવેન્ટના વિડીયો માટે તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા ત્યારે તેમનો હળવો અંદાઝ જોવા મળ્યો હતો. વર્ષ 2016માં વેસ્ટ ઈન્ડિઝ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોની ચેમ્પિયન ગીત આવ્યું હતું જે રિલીઝ થયા પછી જ ઘણું લોકપ્રિય બન્યું હતું.

IPLમાં CSK તરફથી રમતાં બ્રાવોએ કહ્યું હતું કે, વિરાટ સાથે મારા સંબંધ ઘણાં સારા છે. વિરાટ મારા ભાઈ ડેરેન સાથે અંડર-19 ક્રિકેટમાં રમ્યો છે અને હંમેશા મારાં ભાઈને કહ્યું છે કે તેને વિરાટ પાસેથી ઘણું શીખવા મળી શકે છે. જ્યારે હું વિરાટને જોંઉ છું ત્યારે મને તે ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લાગે છે. તેને મેદાનમાં રમતાં જોવો ખાસ લાગે છે.