IPL 11: ગૌતમ ગંભીરને દિલ્હી ડેરડેવિલ્સે આ કારણે સોંપી કેપ્ટનસી - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 11: ગૌતમ ગંભીરને દિલ્હી ડેરડેવિલ્સે આ કારણે સોંપી કેપ્ટનસી

IPL 11: ગૌતમ ગંભીરને દિલ્હી ડેરડેવિલ્સે આ કારણે સોંપી કેપ્ટનસી

 | 8:42 pm IST

ઈન્ડિયન પ્રીમિયર લીગની દિલ્હી ડેરડેવિલ્સ ફ્રેન્ચાઈઝીએ ભારતના દિગ્ગજ ખેલાડી અને બેટ્સમેન ગૌતમ ગંભીરને પોતાના સુકાની તરીકે પસંદ કર્યો છે. બુધવારે આ મુદ્દે જાહેરાત પણ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સાત વર્ષ બાદ ગંભીરે દિલ્હીની ટીમના સુકાની તરીકે વાપસી કરી છે. આ પહેલાં 2010માં દિલ્હીની ટીમની કમાન સંભાળી હતી. દિલ્હીમાં યોજાયેલા એક સમારંભ દરમિયાન દિલ્હીની ટીમના કોચ રિકી પોન્ટિંગની હાજરીમાં આ જાહેરાત કરાઈ હતી.

ગંભીરે જણાવ્યું હતું કે અમે પોન્ટિંગ સાથે કામ કરવા માટે તત્પર છીએ. ફરી એક વખત દિલ્હીના સુકાની થવું તે મારા માટે સન્માનની વાત છે. આ રાજ્યમાં હું જે ક્રિકેટ રમ્યો છું તેને પરત કરવા માટે મને સુંદર અવસર મળ્યો છે. મારા મતે હાલમાં દિલ્હીની ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે.

ઉલ્લેખનીય છે કે, ગંભીરની કેપ્ટન્સી હેઠળ જ કોલકાતા નાઈટરાઈડર્સે 2012 અને 2014માં આઈપીએલનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. હવે સમય પાકી ગયો છે કે, ટીમના ખેલાડીઓની ક્ષમતાને સફળતામાં પરિવર્તિત કરવામાં આવે. પોન્ટિંગ સાથે કામ કરવું ઘણું સારું રહેશે. તે જાતે જ એક ચેમ્પિયન છે.

HE'S BACK! 😍 #DilDilli #DilliKaKaptaan

A post shared by Delhi Daredevils (@officialdaredevils) on