IPL-11 : ક્રિસ ગેઈલ અને બ્રાવોની મિત્રતાનું વધુ એક ઉદાહરણ, જુઓ ફોટો - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-11 : ક્રિસ ગેઈલ અને બ્રાવોની મિત્રતાનું વધુ એક ઉદાહરણ, જુઓ ફોટો

IPL-11 : ક્રિસ ગેઈલ અને બ્રાવોની મિત્રતાનું વધુ એક ઉદાહરણ, જુઓ ફોટો

 | 5:23 pm IST

IPL-11માં રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મેચમાં પંજાબની ટીમ 4 રનથી જીત મેળવી શક્યું હતું. પંજાબની જીત માટે વેસ્ટ ઈન્ડિઝનો તૂફાની બેટ્સમેન ક્રિસ ગેઈલ મેચનો હીરો હતો. જો કે હાર જીતની વચ્ચે મિત્રતાનું પણ એક અલગ જ સ્તર જોવા મળ્યું હતું. જ્યારે ગેઈલ મેદાન પર બેટિંગ માટે આવ્યા ત્યારે તેના શૂઝની દોરી છૂટી ગઈ હતી.

જે પછી ગેઈલે પોતાના મિત્ર અને CSKના પ્લેયર બ્રાવો પાસે દોરી બંધાવી હતી. બ્રાવોએ પણ કોઈ પણ શર્મ-સંકોચ કર્યા વગર પોતાના દોસ્તની મદદ કરી હતી. જેના કારણે ફરી એક વખત વેસ્ટ ઈન્ડિઝ ખેલાડીઓની મિત્રતા અને ભાઈચારો મેદાન પર જોવા મળ્યો હતો. ગેઈલે IPL-11ની પોતાની પ્રથમ જ મેચમાં પોતાનું તોફાન સાથે લાવ્યો હતો. તેને 33 બોલમાં 63 બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 4 સિક્સર ફટકાર્યા હતા.

 

ગેઈલની ઈનિંગ માટે તેની ટીમના સાથી ખેલાડી અને કેપ્ટન અશ્વિને પણ તેની પ્રશંસા કરી છે. સોશ્યિલ મીડિયા પર પણ ગેઈલની આ વિસ્ફોટક અંદાઝની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. IPLમાં ક્રિસ ગેઈલ આ વર્ષે બેંગ્લુરૂના બદલે પંજાબ તરફથી રમતો જોવા મળશે. જેના માટે તેની પ્રશંસા થઈ રહી છે.