ધોનીએ પીઠમાં દુ:ખાવા અંગે કહ્યું, રન બનાવવા માટે માત્ર મારા હાથ જ કાફી છે, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીએ પીઠમાં દુ:ખાવા અંગે કહ્યું, રન બનાવવા માટે માત્ર મારા હાથ જ કાફી છે, જુઓ વિડીયો

ધોનીએ પીઠમાં દુ:ખાવા અંગે કહ્યું, રન બનાવવા માટે માત્ર મારા હાથ જ કાફી છે, જુઓ વિડીયો

 | 6:03 pm IST

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના મજબૂત હાથોથી ભારતને ઘણી મેચોમાં જીત અપાવી છે. તેના જ કારણે તેમના પીઠમાં દુ:ખાવા છતાં પણ તે બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર પહોંચાડવા માટે હંમેશા સક્ષમ જ છે તેવું જ માનવામાં આવે છે.

IPL-11માં રવિવારની મેચમાં પોતાના પીઠમાં દુ:ખાવા છતાં પણ ધોનીએ બોલરોને હેરાન કરવામાં કોઈ જ કસર છોડી ન હતી. ધોનીએ 44 બોલમાં 79 રન બનાવ્યા, જો કે તેને ટીમને જીત ન અપાવી પરંતુ ટીમને માટે અંતિમ બોલ સુધી લડ્યો હતો. તેની પીઠના દુ:ખાવા છતાં પણ ટીમ માટે તેની આ રમતની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.

જ્યારે મેચ પછી ધોનીને પૂછવામાં આવ્યું કે, પીઠમાં દુ:ખાવા છતાં તે લોફ્ટેડ શોર્ટ કેવી રીતે રમી શક્તા હતા? ત્યારે ધોનીએ કહ્યું કે, દુ:ખાવાને કારણે પીઠની સ્થિતિ ઘણી ખરાબ છે પરંતુ ભગવાને મને તાકાત આપી છે અને શોર્ટ રમાવા માટે મને પીઠની વધુ જરૂર નથી, તેના માટે મારો હાથ જ પૂરતો છે.

ધોનીએ સાથે જ કહ્યું કે, આ કોઈ ગંભીર ઈજા નથી. તેણે કહ્યું કે, આ વધુ ખરાબ નથી પરંતુ મને ખબર છે કે શું થયું છે. જ્યારે તમે તમારી ઈજાની ગંભીરતા અંગે જાણતાં હોવ ત્યારે તમે જાણો છો કે તે કેટલી હદે ખરાબ છે. ધોની લાંબા સમયથી ક્રિકેટ રમવા છતાં પણ ભાગ્યેજ ઇજાગ્રસ્ત થતો જોવા મળે છે. IPLમાં હવે CSKની મેચ 20 એપ્રિલના રમાશે.