NIFTY 10,308.95 +5.80  |  SENSEX 33,250.93 +32.12  |  USD 64.9350 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2017: યુવા ખેલાડીઓની સફળતા સામે ગેલ અને ડી વિલિયર્સ સુપર ફ્લોપ

IPL 2017: યુવા ખેલાડીઓની સફળતા સામે ગેલ અને ડી વિલિયર્સ સુપર ફ્લોપ

 | 9:29 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૦મી સિઝનમાં ભારતના યુવા ખેલાડીઓની સફળતા અને ટી-૨૦ ક્રિકેટના સફળ અને વિસ્ફોટક ખેલાડીઓ જેવા કે વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સને મળેલી અસફળતાઓ ખાસ્સી ચર્ચામાં રહી હતી. આઇપીએલ ૧૦ની લીગ મેચો સમાપ્ત થઇ ગઇ છે અને ચાર ટીમો મુંબઇ ઇન્ડિયન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્લેઓફના મુકાબલાઓ શરૃ થઇ ગયા છે.

જો કે આ સિઝનમાં યુવા ખેલાડીઓ જેવા કે રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, નીતીશ રાણા, ઋષભ પંત, શ્રેયસ ઐયર, જયદેવ ઉનડકટ, સિદ્ધાર્થ કૌલ, ઇશાન કિશન અને જસપ્રીત બુમરાહે ખાસ્સા પ્રભાવિત કર્યા છે. આ ખેલાડીઓની સામે એક સમયે સુપર સ્ટાર રહી ચૂકેલા આઇપીએલના વિસ્ફોટક બેટ્સમેનો જેવા કે ક્રિસ ગેલ, શેન વોટ્સન, ડી વિલિયર્સને જોરદાર અસફળતા મળી છે.

જો કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની વાત કરીએ તો આઇપીએલની લિલામીમાં કોઇ પણ ફ્રેન્ચાઇઝીઓએ જેને ખરીદવામાં રસ નહોતો ધરાવ્યો તેવા દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિર, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટના સ્પેશિયાલિસ્ટ હાશિમ અમલાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમલાએ ૧૦ મેચમાં બે સદીની મદદથી ૪૨૦ રન અને તાહિરે ૧૨ મેચમાં ૧૮ વિકેટો ઝડપી હતી.

આ ઉપરાંત સુનીલ નારાયણને પણ કેમ ભૂલી શકાય. પોતાની વેધક બોલિંગ માટે જાણીતા નારાયણે આ સિઝનમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને સ્તબ્ધ કરી દીધા હતા. તેણે ૧૪ મેચમાં ૧૭૮.૩૩ના સ્ટ્રાઇક રેટથી ૨૧૪ રન અને ૭.૨૭ના ઇકોનોમીથી ૧૦ વિકેટ ઝડપી હતી. આ વખતે આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહેલા અફઘાનિસ્તાનના ૧૮ વર્ષીય સ્પિનર રશીદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ૧૩ મેચમાં ૨૦.૪૧ની એવરેજ અને ૬.૬૭ના ઇકોનોમીથી ૧૭ વિકેટ ઝડપી છે.

ડી વિલિયર્સના ૨૧૬ અને ગેલના ફક્ત ૨૦૦ રનની સામે ભારતીય યુવા બેટ્સમેનોમાં ત્રિપાઠીએ ૩૮૮, સેમસને ૩૮૬, પંતે ૩૬૬, ઐયરે ૩૩૮, રાણાએ ૩૩૩, ઇશાન કિશને ૨૭૭ રન અને બોલિંગમાં ઉનડકટે ૨૧, કૌલે ૧૬ અને બુમરાહે ૧૫ વિકેટો ઝડપી છે. લિલામીમાં ન વેચાયા બાદ કિંગ્સ ઇલેવન પંજાબે બે કરોડ રૃપિયામાં ખરીદેલ ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માને આ આઇપીએલમાં સૌથી વધુ નિષ્ફળતાનો સામનો કરવો પડયો છે. ઇશાંતે આ સિઝનમાં છ મેચ રમી હતી જેમાં તેને એક પણ વિકેટ ઝડપવામાં સફળતા મળી નહોતી. આ ઉપરાંત તેની ઇકોનોમી પણ ૯.૯૪ની રહી હતી.