આ બોલિવુડ અભિનેત્રી સાથે ક્રિસ ગેલ ગોવામાં માણી રહ્યો છે રજાઓ - Sandesh
  • Home
  • Photo Gallery
  • આ બોલિવુડ અભિનેત્રી સાથે ક્રિસ ગેલ ગોવામાં માણી રહ્યો છે રજાઓ

આ બોલિવુડ અભિનેત્રી સાથે ક્રિસ ગેલ ગોવામાં માણી રહ્યો છે રજાઓ

 | 12:03 pm IST

IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબનાં ઓપનર ક્રિસ ગેલે ધૂમ મચાવી છે. ક્ર્રિસ ગેલ અત્યારે ગોવા ગયો છે અને તે ત્યા મિનિષા લાંબા સાથે રજાઓ માણી રહ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબની આગામી મેચ 4 મેનાં રોજ છે, જેના કારણે ટીમનાં ખેલાડીઓ IPLમાંથી બ્રેક લઇને ગોવા આરામ કરવા ગયા છે. ક્રિસ ગેલ પણ ગોવા પહોંચ્યો છે અને તે ત્યાં મિનિષા લાંબા સાથે ટક્કર લેશે.

અભિનેત્રી મિનિષા લાંબાએ વર્ષ 2005માં ફિલ્મ ‘યહાં’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી, જો કે તે ફિલ્મોમાં ખાસ સફળ રહી નહોતી. ક્રિસ ગેલ અભિનેત્રી મિનિષા લાંબા સાથે પોકલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન ગેલ ડેલ્ટિન પોકલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહ્યો છે, જ્યાં તે મિનિષા લાંબા સામે ઉતરશે. મિનિષા લાંબા ફિલ્મોમાં ફ્લોપ થયા બાદ હવે ટીવીમાં નવી ઇનિંગ શરૂ કરવાની છે. અભિનેત્રી શૉમાં વિષકન્યાનાં પાત્રમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન