IPL-2018: સદી ફટકારનાર અંબાતિ રાયડુ પર શા માટે કેપ્ટન કૂલ થયા હતો ગુસ્સે ??? - Sandesh
NIFTY 10,613.30 +16.90  |  SENSEX 34,906.98 +58.68  |  USD 68.0800 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: સદી ફટકારનાર અંબાતિ રાયડુ પર શા માટે કેપ્ટન કૂલ થયા હતો ગુસ્સે ???

IPL-2018: સદી ફટકારનાર અંબાતિ રાયડુ પર શા માટે કેપ્ટન કૂલ થયા હતો ગુસ્સે ???

 | 9:46 am IST

દર વખતે IPLમાં પોતાના ઉગ્ર સ્વભાવને કારણે ચર્ચામાં રહેનાર અંબાતિ રાયડુ આ વખતે અલગ કારણથી ચર્ચામાં છે. IPL 2018માં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમી રહેલા અંબાતિ રાયડુ જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રાયડુએ ચાલુ સીઝનમાં ચેન્નાઈ વતી 48.63ની સરેરાશથી 535 રન બનાવ્યા છે. રવિવારે સાંજે તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે IPL કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. રાયડુ જ્યારે સદીની નજીક પહોંચ્યો ત્યારે તે આઉટ થતાં બચ્યો હતો.

ખાસ વાત એ હતી કે જ્યારે તે 98 રન પર હતો ત્યારે એક શોટ હવામાં ઉછાળ્યો હતો, પરંતુ તે ફિલ્ડર સુધી પહોંચ્યો ન હતો. જે બાદ નોન સ્ટ્રાઇકર પર રહેલો ધોની તેની પાસે ગયો અને સિંગલ લઈને સદી ફટકારવાની સલાહ આપી.

અગાઉ CSKના કેપ્ટન એમ એસ ધોનીએ એક સમયે અંબાતિ રાયડુ માટે હોટલ પણ છોડી દીધી હતી. વર્ષ 2014માં IPL દરમિયાન ચેન્નાઈની ટીમ હૈદરાબાદમાં હતી અને રાયડુ ટીમ માટે બિરયાની બનાવીને લાવ્યો હતો. હોટલ સ્ટાફે રાયડુને બિરયાની લઈ જવાથી અટકાવી દીધો હતો. જેના કારણે ધોની ભડકી ગયો હતો અને સમગ્ર ટીમ સાથે હોટલમાંથી ચેકઆઉટ કરી દીધું હતું. જોકે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નહોતી.

રાયડુ અનેક વાર મેદાન પર ખેલાડીઓ અને એમ્પાયરો સાથે બાખડી ચૂક્યો છે. 2005માં તે પૂર્વ ક્રિકેટર શિવલાલ યાદવના પુત્ર અર્જુન સાથે ઝઘડી પડ્યો હતો. અર્જુને રાયડુ પર સ્ટીકથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત રાયડુએ એક વૃદ્ધ સાથે પણ મારપીટ કરી હતી. જેના કારણે તની ઘણી આલોચના થઈ હતી.