કિંગ્સની હારથી ભડકેલ પ્રીતિએ રૂમમાં જઇ સહેવાગ પર ભડાસ કાઢી ખૂબ સંભળાવ્યું! - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • કિંગ્સની હારથી ભડકેલ પ્રીતિએ રૂમમાં જઇ સહેવાગ પર ભડાસ કાઢી ખૂબ સંભળાવ્યું!

કિંગ્સની હારથી ભડકેલ પ્રીતિએ રૂમમાં જઇ સહેવાગ પર ભડાસ કાઢી ખૂબ સંભળાવ્યું!

 | 9:24 am IST

કિંગ્સ ઇલેવન પંજાબના મેંટોર વીરેન્દ્ર સહેવાગ અને માલકિન પ્રીતિ ઝીન્ટાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. આ અંગે સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન રોયલ્સથી મળેલ કારમી હાર બાદ પ્રીતિ અને સહેવાગને વચ્ચે તીખી તકરાર થઇ હતી. પોતાના સમયના સૌથી બેસ્ટ બેટસમેન મનાતા વીરેન્દ્ર સહેવાગને પ્રીતિ ઝીન્ટાએ મંગળવારના રોજ મેચ બાદ ખૂબ જ ગુસ્સે થઇ ટીમની હારને લઇ ધડાધડ પ્રશ્ન-જવાબ કર્યાં.

આપને જણાવી દઇએ કે સહેવાગ છેલ્લાં પાંચ વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલ છે અને પ્રીતિ ઝીન્ટા, નેસ વાડિયા, અને બિઝનેસમેન મોહિત બર્મન આ ફ્રેન્ચાઇઝીના માલિક છે. સૂત્રોના મતે પ્રીતિની વાત કરવાનો લહેકો અને તેના આરોપોથી વીરેન્દ્ર સહેવાગ એટલા હેબતાઇ ગયા છે કે તેઓ પંજાબની ટીમની સાથે ચાલી રહેલા પાંચ વર્ષ જૂના સંબંધોને ખત્મ કરી શકે છે.

મંગળવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે 158 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ઉતરેલ પંજાબની ટીમની જીતની આશા ફૈન્સ કરી રહ્યાં હતા. જો કે ટુર્નામેન્ટમાં નબળી મનાતી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને સરળતાથી હરાવી દીધી. હાલ ટેબલ પોઇન્ટમાં પંજાબ ત્રીજા નંબર પર છે. સૂત્રોના મતે ‘મેચ પછી જ્યારે ખેલાડીઓ રિટાયરિંગ રૂમમાં પણ પહોંચ્યા નહોતા ત્યાં પ્રીતિ ઝીંટા ગુસ્સામાં વીરેન્દ્ર સહેવાગની પાસે પહોંચી. તેમણે સહેવાગને મેચમાં ટીમની તકનીકી અને રણનીતિને લઇ ખૂબ જ કડક અને આકરા શબ્દોમાં આપત્તિ વ્યકત કરી.’

ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે અશ્વિનને કરૂણ નાયર અને મનોજ તિવારી જેવા ખેલાડીઓને પહેલાં નંબર 3 પર મોકલવાને લઇ પ્રીતિએ સહેવાગની રણનીતિ પર આપત્તિ વ્યક્ત કરી. અશ્વિન આ મેચમાં શૂન્યના સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો. સૂત્રોએ કહ્યું કે પ્રીતિએ આ નિર્ણય અને હારને લઇ તમામ દોષ સહેવાગ પર ઢોળ્યો અને પૂર્વ બેટસમન પર જોરદરા ભડાસ કાઢી. સૂત્રોએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં સહેવાગે પ્રીતિ સાથે ખૂબ જ સૌમ્ય અંદાજમાં વાત કરી અને તેને સમજાવાની કોશિષ કરી.

પંજાબ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલ એકદમ નજીકથી જોડાયેલા લોકોનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી અને વનડેમાં પણ બેવડી સદી ફટકારી ચૂકેલા વીરેન્દ્ર સહેવાગ અને પ્રીતિ ઝીન્ટાની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. નજીકના સૂત્રોએ કહ્યું કે સહેવાગના નિર્ણયો અને કામ પર પ્રીતિએ પહેલી વખત આપત્તિ વ્યક્ત કરી નથી. વિસ્ફોટક બેટસમેન પોતાના કામમાં પ્રીતિની દખલગીરીના લીધે ખૂબ જ નારાજ છે.

ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે વીરેન્દ્ર સહેવાગે બે ટૂક અંદાજમાં ટીમના બીજા માલિકોને કહી દીધું કે તેઓ પ્રીતિ ઝીન્ટાના એક્ટિંગવાળા નખરાને સહન કરશે નહીં. તેઓ કો-ઓનર પ્રીતના પ્રશ્ન-જવાબ અને તેમના નિર્ણય પર સતત આપત્તિભર્યા પ્રશ્નોની રીતથી અસહજ છે.

આ કંઇ પહેલી વખત નથી બન્યું કે પ્રીતિની ટીમના કોચ કે મંટૉર સાથે વિવાદ થયો હોય. આની પહેલાં 2016માં પણ પંજાબના હેડકોચ સંજય બાંગડ પર પોતાનો ગુસ્સો કાઢયો હતો ત્યારે પણ પ્રીતિની મીડિયામાં ખૂબ ચર્ચા થઇ હતી. જો કે એ સમયે પણ તેમણે આ કિસ્સાને ખોટો ગણાવી તમામ દોષ મીડિયા પર ઢોળ્યો હતો.