IPL 2018: કોલકાતા નાઇટ રાઇડર્સે આ ખેલાડીના હાથમાં આપી ટીમની કમાન, Video - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2018: કોલકાતા નાઇટ રાઇડર્સે આ ખેલાડીના હાથમાં આપી ટીમની કમાન, Video

IPL 2018: કોલકાતા નાઇટ રાઇડર્સે આ ખેલાડીના હાથમાં આપી ટીમની કમાન, Video

 | 4:37 pm IST

કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત IPLમાં ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર આ સિઝનમાં દિલ્હી ડેર ડેવિલ્સ ટીમ તરફથી રમનાર છે. જેને કારણે લિલામી બાદ કેકેઆરની કેપ્ટનશિપ કોને સોંપાશે તેને લઈ વિવિધ અટકળો ચાલી રહી હતી.

IPL-11માં કોલકાતા નાઇટ રાઇડર્સે દિનેશ કાર્તિકને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે જ્યારે રોબિન ઉથપ્પાને વાઇસ કેપ્ટન બનાવાયો છે. કોલકાતાએ દિનેશ કાર્તિકને 7.4 કરોડ રૂપિયા ખર્ચી ટીમમાં સામેલ કર્યો હતો.

કાર્તિકને આ પહેલાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તામિલનાડુની ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્રિસ લિન આ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો પરંતુ તેને ઇજા થતાં હવે દિનેશ કાર્તિકને કમાન સોંપાઈ છે.

કેપ્ટન બન્યા બાદ દિનેશ કાર્તિકે કહ્યું કે, કેકેઆરે 10 વર્ષ સુધી ઘણો સારો દેખાવ કર્યો છે અને આ ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે ખુશીની વાત છે. આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સારું મિશ્રણ છે. ટીમમાં વિદેશી ખેલાડીઓ પણ ઘણા સારા છે. ગૌતમ ગંભીરના ગયા બાદ હું ટીમને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ.