IPL-2018: સ્ટેડિયમમાં લાઈટ્સ જતા અશ્વિનની પત્નીએ ટ્વીટ કરીને કહ્યું કંઇક આવું..., લોકોએ ઉડાવી મજાક - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: સ્ટેડિયમમાં લાઈટ્સ જતા અશ્વિનની પત્નીએ ટ્વીટ કરીને કહ્યું કંઇક આવું…, લોકોએ ઉડાવી મજાક

IPL-2018: સ્ટેડિયમમાં લાઈટ્સ જતા અશ્વિનની પત્નીએ ટ્વીટ કરીને કહ્યું કંઇક આવું…, લોકોએ ઉડાવી મજાક

 | 12:57 pm IST

બુધવાર રાતે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને 3 રનોથી હરાવ્યું હતું. આ સાથે MIએ પ્લેઓફમાં જવા માટેની આશા જીવિત રાખી છે. બીજી બાજુ પંજાબની ટીમને એક વાર ફરીથી નિરાશાનો સામનો કરવો પડ્યો છે.

બુધવારની મેચમાં એક એવી ઘટના ઘટી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. હકીકતમાં જ્યારે મુંબઈની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં ફ્લડલાઈટ્સમાં કોઈ સમસ્યા આવી ગઈ હતી અને અચાનક 2 ફ્લડલાઈટ્સ બંધ થઇ ગઈ હતી જેના કારણે રમત થોડો સમય રોકવામાં આવી હતી.

આ ઘટના પર આર.અશ્વિનની પત્ની પ્રીતિ અશ્વિને મુશ્કેલી જતાવતાં ટ્વીટ કરીને કહ્યું કે રમતની વચ્ચે લાઈટ્સ બંધ થઇ ગઈ!!! અને પ્રીતિના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર લોકોએ ખુબ આનદ મળ્યો અને પ્રીતિની આ ટ્વીટ પર ખુબ પ્રતિક્રિયા આપી.

MIvsKXIP વચ્ચેની મેચની વાર કરીએ તો મુંબઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરોમાં 186 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી વાપસી કરી રહેલા કીરોન પોલાર્ડે શાનદાર બેટિંગ કરી હતી અને તેમણે 23 બોલમાં 50 રનોની શાનદાર ઇનિંગ રમી હતી.

186 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી KXIPની ટીમમાંથી એક વાર ફરીથી લોકેશ રાહુલે ધમાકેદાર બેટિંગ કરતા 94 રનની ઇનિંગ રમી હતી. પરંતુ રાહુલની આ ઇનિંગ પંજાબને જીતાવવામાં સફળ થઇ નહતી. અને MIએ KXIPને 3 રનથી હરાવ્યું હતું.