NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5100 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL ગવર્નિગ કાઉન્સિલે કહ્યું કે, ધોની રમી શકશે આ ટીમ સાથે

IPL ગવર્નિગ કાઉન્સિલે કહ્યું કે, ધોની રમી શકશે આ ટીમ સાથે

 | 4:44 pm IST

IPL-11માં ચેન્નઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનાર છે. આ સાથે IPL ગવર્નિગ કાઉન્સિલની બેઠકથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, પૂર્વ કેપ્ટન ધોની ફરી એક વખત IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે. IPL ગવર્નિગ કાઉન્સિલે કહ્યું કે, ગત વર્ષની જેમ ટીમમાં વધુમાં વધુ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકાશે.

જેમાં ત્રણને રિટેન કરી અને બેને રાઇટ ટુ મેચ મુજબ ટીમમાં રાખી શકાશે. ધોની ગત સિઝનમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો હતો. હવે તે ટીમના બે વર્ષ પૂર્ણ થતાં બહાર થઈ ગઈ છે. સીએસકે અને રાજસ્થાન રોયલ્સ ટીમ ટીમ પરત ફરી રહી છે અને તેને 2015 રોસ્ટરમાં સામેલ ખેલાડીઓને રિટેન કરી શકે છે. તેનો મતલબ ગુજરાત લાયન્સ અને રાઇજીંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ હવે બહાર થઈ જશે.

આ ઉપરાંત 2018 માટે સેલેરી કેપ વધારી 80 કરોડ રૂપિયા, 2019 માટે 82 કરોડ અને 2020 માટે 85 કરોડ રૂપિયા કરાઈ છે. જો ત્રણ ખેલાડીઓને રિટેન કરાય તો એક પ્લેયરને 15 કરોડ રૂપિયા મળશે. બીજાને 11 અને ત્રીજાને સાત કરોડ રૂપિયા મળશે. જો બે પ્લેયરે રિટેન કરાય તો એકને 12.5 અને બીજાને 8.5 કરોડ રૂપિયા મળશે. જો એક જ ખેલાડીને રિટેન કરાશે તો તેને વધુમાં વધુ 12.5 કરોડ રૂપિયા મળી શકે છે.