IPL 2018: ધોનીએ સિક્સર પર 6 ની જગ્યાએ આઠ રનની માંગણી કરી! - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.5625 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • IPL 2018: ધોનીએ સિક્સર પર 6 ની જગ્યાએ આઠ રનની માંગણી કરી!

IPL 2018: ધોનીએ સિક્સર પર 6 ની જગ્યાએ આઠ રનની માંગણી કરી!

 | 9:28 am IST

ચેન્નાઇમાં રમાયેલ આઇપીએલની પાંચમી સીઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 5 વિકેટથી હરાવી દીધું. આ રોમાંચક મેચમાં સિક્સર્સનો વરસાદ જોવા મળ્યો. ચેન્નાઇ ભલે મેચ જીતવામાં સફળ રહ્યું પરંતુ સિક્સર્સના મામલામાં બાજી કોલકત્તા નાઇટ રાઇડર્સના હાથમાં લાગી. ચેન્નાઇની તરફથી 14 છગ્ગા મારવામાં આવ્યા તો કેકેઆરની તરફથી 17 સિક્સર્સ લાગી. કોલકત્તાની તરફથી તો રસલ એ એકલાએ 11 છગ્ગા ફટકાર્યા. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે ધોનીએ સિક્સર પર આઠ રન માંગ્યા.

વાત એમ છેકે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં ધોનીએ આ વાત કહી. જીત બાદ વિનિંગ ટીમ કેપ્ટનના રૂપમાં પોતાની વાત મૂકતા ધોની એ કહ્યું કે બે વર્ષ બાદ પરત ફર્યા બાદ જીત મળી છે તો સારું લાગે છે. આપને જણાવી દઇએ કે બે વર્ષના બેન બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ પાછું ફર્યું છે અને રવિવારની મેચમાં તેને સ્થાનિક દર્શકોનું દબાણ પણ ઝીલવું પડ્યું. ધોનીએ કહ્યું કે તમામ ખેલાડી ભાવુક હતા પરંતુ સૌને કહેવામાં આવ્યું હતું કે ભાવનાઓ પર કાબૂ રાખો.

કેપ્ટન કુલના નામથી પ્રખ્યાત ધોનીએ કહ્યું કે તેમના પણ ધબકારા વધ્યા છે અને આ જ કારણ છે કે ખેલાડીઓ માટે ડ્રેસિંગ રૂમ બનાવાયો છે. ધોનીએ કહ્યું કે બંને ટીમે શાનદાર બેટિંગ કરી, બંને બાજુથી બોલર્સ માટે કઠિન સમય રહ્યો પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે લોકોને ખૂબ મજા આવી.

આ દરમ્યાન હર્ષ ભોગલે સાથે વાત કરતાં હલકા ફૂલકા અંદાજમાં કહ્યું કે મેચમાં કેટલા છગ્ગા લાગ્યા. કેટલાંક છગ્ગા તો સ્ટેડિયમથી બહાર પણ ગયા. મને લાગે છે કે સ્ટેડિયમની બહાર જનાર છગ્ગા પર આઇપીએલને 2 રન એક્સ્ટ્રા આપવા જોઇએ.

હવે તો તમને સમજમાં આવી ગયું હશે કે ધોનીએ આ વાત મજાકમાં કહી. આ મેચમાં સેમ બિલિંગ્સને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો. સેમ એ 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારી 56 રનની ઇનિંગ્સ રમ્યા હતા.