શા માટે પોસ્ટપોન્ડ થઇ IPL ઓપનિંગ સેરેમની અને કોણે કાપ મુક્યા 20 કરોડ રૂપિયા! - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શા માટે પોસ્ટપોન્ડ થઇ IPL ઓપનિંગ સેરેમની અને કોણે કાપ મુક્યા 20 કરોડ રૂપિયા!

શા માટે પોસ્ટપોન્ડ થઇ IPL ઓપનિંગ સેરેમની અને કોણે કાપ મુક્યા 20 કરોડ રૂપિયા!

 | 7:42 pm IST

આઇપીએલ-11નો પ્રથમ મુકાબલો સાતમી એપ્રિલે યોજાનાર છે જ્યારે તેના એક દિવસ અગાઉ ઓપનિંગ સેરેમની યોજાનાર હતી પરંતુ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના આદેશ બાદ બદલાવ કરાતાં હવે છને બદલે સાતમી એપ્રિલે જ ઓપનિંગ સેરેમની યોજાશે.

ઓપનિંગ સેરેમનીનું સ્થળ પણ બદલી દેવાયું છે. અગાઉ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે યોજાનાર હતી પરંતુ હવે વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે. આ સેરેમનીના બજેટમાં પણ કાપ મુકાયો છે અને 20 કરોડ રૂપિયા ઓછા કરી દેવાયા છે.

આઇપીએલ-11ની પ્રથમ મેચ સાતમી એપ્રિલે મુંબઈ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાનાર છે. ઓપનિંગ સેરેમની આ મેચ શરૂ થયા પહેલાં યોજાશે. આ સેરેમનીના બજેટને ઓછું કરવાનો નિર્ણય પણ સીઓએ દ્વારા લેવાયો છે.

આ પહેલાં ઓપનિંગ સેરેમની માટે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલે 50 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું હતું પરંતુ હવે તેને 30 કરોડ રૂપિયા સુધી સીમિત કરી દીધું છે. આઇપીએલના બાકી શિડયૂઅલમાં બદલાવ કરાયો નથી. ટૂર્નામેન્ટની ફાઇનલ 27 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે.