ગૌતમ ગંભીરને લાગ્યો ફટકો, IPLમાં KKR દ્વારા રિટેન ન કરવાનો નિર્ણય કરાયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ગૌતમ ગંભીરને લાગ્યો ફટકો, IPLમાં KKR દ્વારા રિટેન ન કરવાનો નિર્ણય કરાયો

ગૌતમ ગંભીરને લાગ્યો ફટકો, IPLમાં KKR દ્વારા રિટેન ન કરવાનો નિર્ણય કરાયો

 | 7:11 pm IST

IPLની આગામી સિઝન માટે ગુરુવારે દરેક ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય કરનાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા ગૌતમ ગંભીરને કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા રિટેન ન કરવાનો નિર્ણય કરાયો છે.

એક રિપોર્ટ મુજબ કેકેઆર મેનેજમેન્ટનું માનવું છે કે, તેઓ ટીમના સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડીની પ્રતિષ્ઠા ઘટાડવા માગતા નથી પરંતુ આ એક અમારો રણનીતિ છે. અમે તેને લિલામી દ્વારા અથવા રાઇટ ટુ મેચ દ્વારા પણ ટીમમાં જાળવી શકીએ છીએ. ગૌતમ ગંભીર પણ અમારી યોજના અંગે જાણે છે.

વર્ષ 2011માં શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની સાથે જોડાયેલા ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં ટીમે 2012 અને 2014માં ટાઇટલ જીત્યું હતું. જો ગંભરીને રિટેન ન કરાય તો તે એવા ખેલાડીઓના પૂલમાં જતા રહેશે જ્યાં તેની બોલી લાગશે. તે વખતે પણ કેકેઆર પાસે તેની વધુમાં વધુ બોલી દ્વારા કિંમત ચૂકવી રાઇટ ટૂ મેચ દ્વારા ટીમમાં પરત લેવાની તક રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે પણ થોડા સમય પહેલાં પોતાના શહેર દિલ્હી ડેર ડેવિલ્સ સાથે જોડાઈ ટાઇટલ જીતાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે દિલ્હી ડેર ડેવિલ્સ ગંભીરને પોતાની ટીમમાં સામેલ કરે છે કે નહીં તે આગામી સમયમાં યોજાનાર ખેલાડીઓની હરાજીમાં ખબર પડશે.