IPL-2018: RCBનો 14 રને SRH સામે વિજય - Sandesh

IPL-2018: RCBનો 14 રને SRH સામે વિજય

 | 1:25 pm IST

SRH અને RCB વચ્ચે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBએ 20 ઓવરમાં 6 વિકેટે 218 રન કર્યા હતા. એબી ડિવિલયર્સ 69, મોઇન અલી 65 અને ગ્રાન્ડહોમનાં 40 રનની મદદથી RCBએ પહાડ જેવો લક્ષ્યાંક ઉભો કર્યો હતો. જેના જવાબમાં SRHની ટીમે પણ જોરદાર લડત આપતા 20 ઓરરમાં 3 વિકેટે 204 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી કપ્તાન વિલિયમ્સને 81 અને મનિષ પાંડેએ 62 રન કર્યા હતા. જો કે અંતિમ ઓવરમાં રન ના થઇ શકતા SRHએ હારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદરાબાદે એક બદલાવ કર્યો હતો. ભુવનેશ્વર કુમારની જગ્યાએ બેસિલ થમ્પીનો સમાવેશ કર્યો હતો. આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

SRHની ટીમ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર ટોપના સ્થાન પર છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુકી છે.

જયારે વિરાટ કોહલીના નેત્તૃત્ય વાળી ટીમ RCB પ્લેઓફમાં પહોંચવા માટે હાલમાં પણ સંઘર્ષ કરી રહી છે. 13 મેચમાં RCBએ 6 જીત સાથે 12 અંક પ્રાપ્ત કર્યા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 7માં નંબર પર છે.

દિલ્હી ડેરડેવ્લિસ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે મળેલી જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઈપીએલના પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત થઈ છે. હવે બેંગ્લોરની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે ત્યારે તેની નજર જીતની લય જાળવી રાખવા પર રહેશે.

હૈદરાબાદની ટીમ પ્રથમ સ્થાને છે અને 18 પોઇન્ટ સાથે ક્વોલિફાઈ કરી લીધું છે જેથી આ મેચ હારે તો પણ ટીમને ફરક નહીં પડે પરંતુ બેંગ્લોરની 12 મેચમાં 10 પોઇન્ટ ધરાવે છે અને જો આ મેચ હારી જાય તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

બેંગ્લોરને આ મેચ જીતવા ઉપરાંત પોતાની અંતિમ લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવવી પડશે તેમજ અન્ય ટીમોના પરિણામ તેમની અનૂકૂળ આવે તે જોવાનું રહેશે.

આરસીબી મોટાભાગે કોહલી અને એબી ડી વિલિયર્સ પર નિર્ભર છે. કોહલીએ 12 મેચમાં 514 રન બનાવ્યા છે જ્યારે ડી વિલિયર્સે 10 મેચમાં 358 રન ફટકાર્યા છે. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ મજબૂત હોવાથી અન્ય બેટ્સમેનોએ પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે.

બોલિંગમાં ઉમેશ યાદવ 17 વિકેટ લઈ ચૂક્યો છે. ચહલનો પણ સારો સાથ મળી રહ્યો છે જેને મોઇનઅલીનો સાથ મળી રહ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ઓપનર ધવન અને વિલિયમસન ફોર્મમાં છે.

યુસુફ પઠાણ, મનીષ પાંડે અને શાકિબ અલ હસને સમય-સમયે ઉપયોગી ઇનિંગ રમી છે જ્યારે સિદ્ધાર્થ કોલ અને રશીદ ખાન 13-13 વિકેટ ઝડપી ચૂક્યા છે. આ ઉપરાંત ભુવનેશ્વર, સંદીપ શર્મા અને શાકિબનો સામનો કરવો બેંગ્લોર માટે આસાન નહીં રહે.