ગોડ ઓફ ક્રિકેટે પત્ની સાથે મેદાનથી દૂર અહીં જોઈ IPLની ફાઈનલ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ગોડ ઓફ ક્રિકેટે પત્ની સાથે મેદાનથી દૂર અહીં જોઈ IPLની ફાઈનલ

ગોડ ઓફ ક્રિકેટે પત્ની સાથે મેદાનથી દૂર અહીં જોઈ IPLની ફાઈનલ

 | 11:28 am IST

ગોડ ઓફ ક્રિકેટના નામે પ્રખ્યાત સચિન તેંડુલકર મેન્ટોર તરીકે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફ સુધી પહોંચાડી શક્યા નહીં. પરંતુ સચિને IPL-2018ની ફાઈનલ સ્ટેડિયમના બદલે લતા મંગેશકરના ઘરે જઈને જોઈ હતી. આ દરમિયાન સચિનની પત્ની અંજલિ પણ તેની સાથે હાજર રહી હતી. સ્વર કોકિલાના નામે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે સોશ્યિલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે.

લતા મંગેશકરે ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યું છે, નમસ્કાર, ઘણાં દિવસો પછી અમારાં ઘરે ભારત રત્ન સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિ આવ્યા હતા. અમે સાથે બેસીને IPLની ફાઈનલ મેચનો આનંદ માણ્યો હતો. આ ફોટોમાં લતા સાથે સચિન અને તેની પત્ની અંજલિ જોવા મળી રહી છે.

આ ઉપરાંત સચિને પણ ફાઈનલ મેચ લતા દીદી સાથે જોયા હોવાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં ત્રણેય એક સાથે ઘણાં ખુશ જોવા મળી રહ્યા છે. IPL-2018 ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ટ્રોફી પર કબ્જો કર્યો હતો. જે સાથે જ CSKએ IPLમાં ચેમ્પિયન થવામાં મુંબઈની બરાબરી કરી છે.