IPL 2019 Mi vs RCB: Mumbai wins by 5 Wicket, RCB 7th Defeats
  • Home
  • Sports
  • Cricket
  • Mi vs RCB: મુંબઈએ RCBને પાંચ વિકેટથી આપી માત, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ

Mi vs RCB: મુંબઈએ RCBને પાંચ વિકેટથી આપી માત, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ

 | 8:18 pm IST

આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર(આરસીબી) વચ્ચે આઈપીએલની 31મી T20 મેચ રમાઈ જેમાં મુંબઈએ આરસીબીને 5 વિકેટથી હરાવ્યું છે. આરસીબી તરફથી મળેલા 172 રનોના લક્ષ્યને મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યો છે. આ પહેલા મુંબઈએ ટોસ જીતીને આરસીબીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

મુંબઈ તરફથી સૌથી વધુ રન ક્વિન્ટન ડિ કોક કે બનાવ્યા. ડિ કોકએ 26 બોલમાં 40 રન બનાવ્યા જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ છે. ઉપરાંત રોહિત શર્મા(28), સૂર્યકુમાર યાદવ(29), ઇશાન કિશન(21), ક્રુણાલ પંડ્યા(11) બનાવી આઉટ થયા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 16 બોલોમાં શાનદાર 37 રન બનાવ્યા હતા. જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ છે. આરસીબી તરફથી વિકેટ મોઈન અલી અને યુજવેન્દ્ર ચહલ 2-2 વિકેટ લીધા અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.

આ પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી આરસીબીની શરૂઆત સારી રહી નહોતી. ટીમને ત્રીજા ઓવરની પહેલી બોલ પર પહેલો ઝાટકો વિરાટ કોહલીના રૂપે વાગ્યો હતો. જે 9 બોલમાં માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. કોહલીની વિકેટ જેસન બેહરેન્ડ્રોફ લીધી છે. ત્યાર બાદ 7મી ઓવર દરમિયાન પાર્થિવ પટેલ પણ પેવેલિયન પરત ફર્યો. પાર્થિવે 20 બોલમાં 28 રન બનાવ્યા. પાર્થિવની વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી.

ત્યાર બાદ મોઈન અલી અને એબી ડી વિલિયર્સે શાનદાર બેટિંગ કરી આરસીબીના સ્કોરને 144 સુધી પહોંચાડ્યો. પરંતુ મોઇન પણ 50 રન બનાવી આઉટ થયો. મલિંગાએ મોઇનની વિકેટ લીધી હતી. મલિંગાએ વધુ એક વિકેટ માર્કસ સ્ટોઇનિસને 0 પર આઉટ કરી લીધી. ત્યાર બાદ આરસીબીના વિકેટ એક પછી એક પડતા ગયા. અક્ષદીપ નાથ(2) અને પવન નેગી(0)ની વિકેટ પણ મલિંગાએ લીધી. આરસીબી તરફથી સૌથી વધુ રન એબી ડી વિલિયર્સે બનાવ્યા. ડિ વિલિયર્સે 51 બોલમાં 75 રન ફટકાર્યા. જેમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ છે. ડિ વિલિયર્સે રન આઉટ થયો. મુંબઈ તરફથી સૌથી વધુ વિકેટ મલિંગાએ લીધી. મલિંગાએ 4 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ ઝડપ્યા. જ્યારે બેહરેન્ડ્રોફ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધા.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની ટીમ આ મેદાન પર સતત 6 મેચ હારી ચૂકી છે. તેથી આ મેચમાં બેંગલોરની કોશિશ જીત હાંસલ કરવાની રહેશે. ઉપરાંત આ મેદાન પર આરસીબીએ છેલ્લે 2012માં મેચ જીતી હતી. વાનખેડે મેદાન પર બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 8 મુકાબલા થયા છે. જેમાં મુંબઈએ 7 જ્યારે આરસીબીએ માત્ર 1 મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

આ સીઝનની વાત કરીએ તો આરસીબીએ અત્યાર સુધી 7 T20 મેચોમાંથી માત્ર એક જ મેચ જીતી છે. આ સાથે તેઓ પોઈન્ટ લિસ્ટમાં 8માં નંબરે છે. આ સીઝનમાં આરસીબીને પહેલી જીત પંજાબ સામે મળી હતી. તેથી હવે ટીમ તેના જીતના ક્રમને આગળ વધારવાની કોશિશ કરશે. જ્યારે બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે તેના 7 મેચોમાંથી 4 મેચ જીત્યા છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. તેથી મુંબઈ પણ આ મેચને જીતી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન જાળવી રાખવાની પૂરજોશ પ્રયત્ન કરશે.

ટીમ:

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા(કેપ્ટન), ક્વિન્ટન ડિ કોક(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કેરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, ક્રુણાલ પંડ્યા, રાહુલ ચહર, જેસન બેહરેન્ડ્રોફ, લસીથ મલિંગા, જસપ્રીત બૂમરા

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: પાર્થિવ પટેલ(વિકેટકીપર), વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડી વિલિયર્સ, માર્કસ સ્ટોઇનિસ, મોઈન અલી, અક્ષદીપ નાથ, પવન નેગી, ઉમશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન