IPL 2019: When MahendraSingh Dhoni's Magic Took CSK Home
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2019: ધોનીની અદ્ભુત-અવિશ્વસનીય ઇનિંગ્સ, છેલ્લી ઓવરમાં ધબકારા વધારનાર થ્રિલ દેખાડી

IPL 2019: ધોનીની અદ્ભુત-અવિશ્વસનીય ઇનિંગ્સ, છેલ્લી ઓવરમાં ધબકારા વધારનાર થ્રિલ દેખાડી

 | 10:26 am IST

વર્લ્ડ કપ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની બેટિંગ કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી. રવિવાર રાત્રે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 37 વર્ષનો ધોની જે રમ્યો તેની ચારેયબાજુથી વાહ-વાહ થઇ રહી હતી. તેમણે છેલ્લી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર તાબડતોડ પ્રહારો કર્યો કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)નો આ ઝડપી બોલર્સ આખી રાત ઊંઘી શકયો નહીં હોય.

ધોનીના સદાબહાર અંદાજમાં રમાયેલ નોટ આઉટ 84 રનની ઇનિંગ્સ છતાંય ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ છેલ્લાં બોલ પર ચૂકી ગઇ. આથી વિરાટ કોહલીની બેંગલુરૂ ટીમ હાલની આઈપીએલની 39મી મેચમાં એક રનથી જીતી ગયું. ચેન્નાઇની આ દસ મેચમાં ત્રીજી હાર છે. જ્યારે RCBની આટલી જ મેચોમાં ત્રીજી જીત છે. ચેન્નાઇ હજુ પણ ટોચ પર અને બેંગલુરૂ સૌથી નીચા સ્થાન પર છે.

માહી મેજિક – જુઓ છેલ્લી ઓવરનો VIDEO

ધોનીએ પોતાના 48 બોલની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી. તેમણે એવા સમયે ક્રીઝ પર પગ મૂકયો જ્યારે ટીમ છઠ્ઠી ઓવરમાં 4 વિકેટ પર 28 રન બનાવી સંઘર્ષ કરી રહી હતી. ધોનીએ ત્યારબાદ પોતાના દમ પર ટીમને લક્ષ્યની નજીક પહોંચાડ્યું.

ચેન્નાઇને છેલ્લી ઓવરમાં 26 રનની જરૂર હતી. ધોનીએ ઉમેશ યાદવના પહેલાં પાંચ બોલ પર (4, 6, 6, 2, 6) ધડાધડ રન લીધા પરંતુ છેલ્લો બોલ ચૂકતા બેંગલુરૂની આઇપીએલમાં આશા બની રહી. તેને પ્લેઓફમાં પોહંચવા માટે પોતાના બાકીની ચાર મેચ શ્રેષ્ઠ નેટરનરેટની સાથે જીતવી જ પડશે.

ધોની IPLમાં 4000 રન પૂરા કરનાર પહેલો કેપ્ટન
તેની સાથે જ ધોનીએ કીર્તિમાનોની વરસા કરી દીધી. આઇપીએલમાં ધોની 4000 રન પૂરા કરનાર પહેલો કેપ્ટન બની ગયો. તેણે અત્યાર સુધી 168 મેચોમાં 4039 રન બનાવ્યા છે. વિરાટ કોહલી કેપ્ટન તરીકે 106 મેચોમાં 3933 રન બનાવીને બીજા નંબર પર છે. હાલની આઈપીએલમાં ધોનીની બેટિંગથી અત્યાર સુધીમાં 9 મેચોની ઇનિંગ્સમાં 7 ઇનિંગ્સમાં 104.66 સરેરાશથી 314 રન બનાવ્યા છે. ધોનીનું આ જ ફોર્મ ચાલુ રહ્યું તો 30મી મેથી શરૂ થનાર વર્લ્ડ કપમાં ભારતને મજબૂતી આપવામાં તેઓ કસર છોડી શકશે નહીં.

સિક્સરની બેવડી સદી ફટકારનાર પહેલાં ભારતીય બન્યા
મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના ઇતિહાસમાં 200 સિક્સર ફટકારનાર પહેલાં ભારતીય ખેલાડી બની ગયા છે. તેમણે અત્યાર સુધી 203 સિક્સર ફટકારી છે. તેઓ ઓવરઓલ સિક્સ ફટકારનાર બેટસમેનમાં ત્રીજા નંબર પર આવે છે.

આઇપીએલમાં સૌથી વધુ સિક્સર
1. ક્રિસ ગેલ, 120 ઇનિંગ્સ, – 323 સિક્સર
2. એબી ડિવિલિયર્સ, 138 ઇનિંગ્સ – 204 સિક્સર
3. મહેન્દ્ર સિંહ ધોની , 165 ઇનિંગ્સ, 203 સિક્સર
4. રોહિત શર્મા, 177 ઇનિંગ્સ, – 190 સિક્સર
5. સુરેશ રૈના, 182 ઇનિંગ્સ – 190 સિક્સર
6. વિરાટ કોહલી , 165 ઇનિંગ્સ – 186 સિક્સર

આ Video પણ જુઓ : લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન