IPL 2020 Cricket match watch Free on your Mobile?
  • Home
  • Sports
  • Cricket
  • શું આખી IPL મોબાઈલ પર જ ફ્રીમાં જોવા માંગો છો? આ રહ્યા એકથી એક ચડિયાતા વિકલ્પો

શું આખી IPL મોબાઈલ પર જ ફ્રીમાં જોવા માંગો છો? આ રહ્યા એકથી એક ચડિયાતા વિકલ્પો

 | 2:46 pm IST

આજથી ક્રિકેટની સૌથી રસપ્રદ ટૂર્નામેંટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. IPL 2020 આ વખતે ભારતના બદલે અબુધાબીમાં યોજાશે. દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ છે. જેથી IPLના ઈતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચો રમાશે. જેથી લોકો પાસે હવે ઘરે મોબાઈલ પર કે ટીવીમાં જ મેચ જોવાનો વિકલ્પ બચ્યો છે.

કરોડો ક્રિકેટપ્રેમીઓ લાઇવ ક્રિકેટ મેચ જોશે. ગ્રાહકોને આકર્ષવા અને ચાહકો તેમની આંગળીના ટેરવે જ કોઈ પણ પ્રકારના વિક્ષેપ વગર આઈપીએલની મજા માણી શકે તે માટે ઈન્ટરનેટ ડેટા પ્રોવાઈડર ટેલિકોમ કંપનીઓએ પણ અનેક ઓફરો લોંચ કરી છે

ટેલીકોમ કંપનીઓ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે આઇપીલ સ્પેશિયલ પ્લાન લઇને આવી છે, જેની મદદથી તેમના ગ્રાહકો આઇપીએલની ભરપૂર મજા માણી શકશે.

રિયાલન્સ જિયો અને ભારતીય એરટેલ બંને ઘણા પ્લાન્સ ઓફર કર્યા છે, જેમાં Disney+ Hotstar VIP સ્બ્સક્રિપ્શન ફ્રી મળે છે. આઇપીએલની તમામ ક્રિકેટ મેચોને લાઇવ ટેલીકાસ્ટ હોટસ્ટાર પર કરવામાં આવશે.

રિલાયન્સ જિયોનો રૂ, 499નો પ્લાન

ભારતની નવી ટેલિકોમ કંપની રિયાલન્સ જિયોની યાદીમાં ઘણા બધા પ્રીપેડ પ્લાન છે, જે  Disney+ Hotstar VIP નો ફ્રી સબ્સક્રિપ્શન યૂઝર્સને આપે છે અને તેની સાથે IPL ફ્રીમાં જોઇ શકાશે. થોડા દિવસો પહેલાં જ કંપનીએ Jio Cricket કેટેગરીમાં એક પ્લાન લોન્ચ કર્યો છે. જિયો ક્રિકેટ પેકની કિંમત 499 રૂપિયા અને આ 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કોઇ એસએમએસ અથવા વોઇસ કોલિંગ બેનિફિટ્સ મળતો નથી પરંતુ દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત પ્લાનમાં 1 વર્ષ માટે Disney+ Hotstar VIP નો કોમ્પ્લિમેંટરી સબ્સક્રિપ્શન મળી જાય છે.

રિલાયન્સ જિયોનો 777નો પ્લાન

જિયો યૂઝર્સ પાસે આ ઉપરાંત 777 રૂપિયાવાળા પ્લાન વડે રિચાર્જ કરવાનો ઓપ્શન પણ છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં દરરોજ 1.5 જીબી ડેટા ઉપરાંત 5 જીબી બોનસ ડેટા પણ મળે છે. જિયોથી જિયો નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઉપરાંત નોન-જિયો નેટવર્કસ પર કોલિંગ માટે પ્લાનમાં 3000FUP મિનિટ મળે છે. સાથે જ આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને Disney+ Hotstar VIP નું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરે છે. પ્લાનમાં JioApps નું સબ્સક્રિપ્શન પણ 84 દિવસ માટે યૂઝર્સને મળે છે.

એરટેલનો છે પ્લાન

IPL 2020 ફ્રીમાં જોવા માંગતા હોવ તો તમે ભારતી એરટેલનો 599 રૂપિયાની કિંમતવાળો પ્લાન સિલેક્ટ કરી શકો છો. તેનાથી રિચાર્જ કરશો તો 56 દિવસની વેલિડિટી સાથે 2 જીબી ડેલી ડેટા પણ મળે છે. પ્લાનમાં તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ પણ મળી જાય છે. એરટેલનો આ પ્લાન Disney+ Hotstar VIP ના OTT બેનિફિટ્સ સાથે આવે છે અને એક વર્ષ માટે એપનું સબ્સક્રિપ્શન યૂઝર્સને મળી જાય છે. 

એરટેલનો વધુ એક પ્લાન

એરટેલનો બીજો પ્લાન જેમાં પણ IPL 2020 ફ્રીમાં જોઇ શકશો, 2698 રૂપિયાનો છે. આ પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને દરોજ 2 જીબી હાઇસ્પીડ ડેટા મળે છે. એરટેલનો આ લોન્ગ ટર્મ પ્લાન 365 દિવસ (1 વર્ષ) ની વેલિડિટી સાથે આવે છે અને તેમાં તમામ નેટવર્ક્સ પર ફ્રી વોઇસ કોલિંગ પણ મળે છે. દરરોજ 100 એસએમએસ ફ્રી ઓફર કરનાર આ પ્લાનની સાથે યૂઝર્સને Disney+ Hotstar VIP ને એક વર્ષનું સબ્સક્રિપ્શન પણ મળી જાય છે. આ પ્રકારે કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર IPL 2020 ની મજા માણી શકાશે.

ઉલ્લેખનીય છે કે, આજથી આઈપીએલ-13નો પ્રારંભ થઈ રહ્યો છે. આજે સાંજે શનિવારે 7:30 કલાકે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.. લગભગ બે મહિના આ ટૂર્નામેંટ ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન