IPL 2020: Delhi Capitals Captain Shreyas Iyer Injured During Match
  • Home
  • Sports
  • Cricket
  • દિલ્હી કેપિટલ્સને લાગ્યું ગ્રહણ, ત્રણ ખેલાડીઓ બાદ હવે ખુદ કેપ્ટન ઐય્યર ઈજાગ્રસ્ત

દિલ્હી કેપિટલ્સને લાગ્યું ગ્રહણ, ત્રણ ખેલાડીઓ બાદ હવે ખુદ કેપ્ટન ઐય્યર ઈજાગ્રસ્ત

 | 8:30 am IST

ખેલાડીઓની ઈજાઓને કારણે દિલ્હી કેપિટલ્સ (Delhi capitals)ની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની સામે બુધવારે IPLની મેચ રમાઈ રહી હતી, તે દરમિયાન કેપ્ટન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જેને કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઋષભ પંત, અમિત મિશ્રા અને ઈશાંત શર્મા પણ ઈજાગ્રસ્ત થતાં ટીમની બહાર છે.

ચોગ્ગો રોકવાની કોશિશમાં ઈજાગ્રસ્ત થયો

રાજસ્થાન સામેની મેચમાં 5મી ઓવરમાં ફિલ્ડીંગ દરમિયાન અંતિમ બોલ પર સ્ટોક્સના ચોગ્ગાને રોકવાની કોશિશ કરતાં શ્રેયસ ઐય્યર પડી ગયો હતો. આ દરમિયાન શ્રેયસે ચોગ્ગો તો રોકી લીધો હતો, પણ ખભામાં ઈજાને કારણે તેને બહાર જવું પડ્યું હતું. જો શ્રેયસની ઈજા ગંભીર હશે તો તેને પણ ટીમની બહાર થવું પડશે, જેને કારણે દિલ્હીની આગળની સફળ મુશ્કેલીભરી હોઈ શકે છે.

દિલ્હીની ટીમને ઈજાઓનું ગ્રહણ

IPLની 13મી સિઝનની શરૂઆત થતાં જ દિલ્હીની ટીમને ગ્રહણ લાગ્યું છે. દિલ્હી કેપિટલ્સનાં અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમાં બોલર અમિત મિશ્રા, ઈશાંત શર્માની સાથે-સાથે ટીમનાં મહત્વપુર્ણ બેટ્સમેન ઋષભ પંત પણ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઋષભ પંતની ઈજા ગંભીર છે.

મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 13 રનથી આપી માત

દિલ્હી કેપિટલ્સે મેચમાં રાજસ્થાન રોયલ્સને 13 રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે ઓપનર શિખર ધવન (57) તથા સુકાની શ્રેયસ ઐય્યરના 53 રનની મદદથી સાત વિકેટે 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ આઠ વિકેટે 148 રન બનાવી શકી હતી. દુબઇમાં દિલ્હીની ટીમે રમેલી તમામ ચાર મેચમાં વિજય હાંસલ કર્યો છે. રનચેઝ કરનાર રાજસ્થાનની ટીમ માટે બેન સ્ટોક્સે 41 તથા ઉથપ્પાએ 32 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી માટે નોર્તઝેએ 33 રનમાં બે તથા દેશપાંડેએ 37 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ આજથી દેશભરના સિનેમાગૃહ, મલ્ટીપ્લેક્સ, સ્વિમિંગ પૂલ અને મનોરંજન પાર્ક ખુલ્લા મુકાશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન