ipl 2020 irfan pathan reacts anushka sharma terms legendary sunil gavaskar comments
  • Home
  • Sports
  • Cricket
  • સુનીલ ગાવસ્કરના સપોર્ટમાં આવ્યો આ દિગ્ગજ ક્રિકેટર, અનુષ્કાનું નામ લીધા વગર કહ્યું કે…

સુનીલ ગાવસ્કરના સપોર્ટમાં આવ્યો આ દિગ્ગજ ક્રિકેટર, અનુષ્કાનું નામ લીધા વગર કહ્યું કે…

 | 8:39 am IST

ભારના પૂર્વ કેપ્ટન અને કમેંટેટર સુનીલ ગાવસ્કરના કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે મુકાબલામાં વિરાટ કોહલીના ખરાબ પ્રદર્શન પર તેની પત્ની અનુષ્કા શર્માને લઇને ટિપ્પણી કરવાથી ખૂબ હંગામો થયો હતો. જોકે, ગાવસ્કરે ઓન એર કહ્યું હતું કે તેણે લોકડાઉનમાં બસ અનુષ્કા શર્માની બોલિંગનો સામનો કર્યો છે.

તેમના આ નિવેદન બાદ અનુષ્કાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. જેની પર તેણે મેચનાએક દિવસ પહેલા સોશિયલ મીડિયા દ્રારા ગાવસ્કરની કોમેન્ટની આલોચના કરી હતી. પૂર્વ કેપ્ટનને સોશિયલ મીડિયા પર લોકોનો સપોર્ટ પણ મળ્યો. ભારતના પૂર્વ ખેલાડી ઇરફાન પઠાણ પણ ગાવસ્કરના સપોર્ટમાં આવ્યો છે. અને તેણે અપ્રત્યક્ષ રીતે અનુષ્કા શર્મા પર નિશાન સાધ્યું છે.

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે મિસ્ટર સુનીલ ગાવસ્કર હું તમને કહેવા માંગુ છું કે તમારું નિવેદન ખૂબ અપ્રિય છે. હું તમને પૂછવા માંગીશ કે આવા નિવેદન કેમ આપો છો અને એક ક્રિકેટરની રમત માટે તેની પત્નીને કેમ જવાબદાર માનવામાં આવે છે. હું સારી રીતે જાણું છું કે તમે ગત કેટલાક વર્ષમાં ક્રિકેટરની પર્સનલ લાઇફની રિસ્પેક્ટ કરી છે તો એવું નથી લાગતું કે આવું મારી સાથે પણ થવું જોઇએ. જેની પર ઇરફાન પઠાણે ટ્વિટ કરીને લખ્યું હંમેશા તમારી રિસ્પેક્ટ કરું છું સુનીલ ગાવસ્કર સર.. આ ટ્વિટ અનુષ્કાની તે વાત પર છે જેની પર તેણે ગાવસ્કરના નિવેદનને અપ્રિય કહ્યું હતું.

અનુષ્કાએ આગળ લખ્યું કે, ‘મને ખાતરી છે કે ગઈકાલે રાતથી તમારા ધ્યાનમાં મારા પતિના અભિનય પર કોમેન્ટ કરવા માટે તમારા મનમાં ઘણા વાક્ય શબ્દ હશે કે તમારા શબ્દ ત્યારે જ અગત્યના હશે કે જેમા મારું નામ હોય. તેણે કહ્યું આ 2020 છે અને મારા માટે વસ્તુઓ હજી પણ બદલાઇ નથી. ક્યારે શું થશે મને ક્રિકેટમાં ઘસેટવાનું બંધ કરો. રિસ્પેક્ટેડ મિસ્ટર ગાવસ્કર, તમે એક મહાન ખેલાડી છો જેનું નામ આ રમતમાં ઉંચા સ્તર પર છે, હું બસ તમને જણાવવા માંગતી હતી કે જ્યારે તમે આવું કહ્યું તો મને કેવું લાગ્યું..

અનુષ્કાના આટલા મોટા આક્ષેપો અંગે સુનીલ ગાવસ્કરે સ્પષ્ટતા કરી હતી કે વિરાટના નબળા પ્રદર્શન માટે તેણે અનુષ્કાને ક્યાં દોષી ઠેરવી? તેમણે કહ્યું, ‘હું અનુષ્કા ક્યાં દોષી ઠેરવી રહ્યો છું? મેં ક્યારે લૈંગિકવાદીની ટિપ્પણી કરી? હું હમણાં જ વિડિઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો કે કોઈએ નજીકની બિલ્ડિંગમાંથી રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. વિરાટે કોઈ પ્રેક્ટિસ કરી નહોતી અને તેણે જે પ્રેક્ટિસ કરી હતી તે બસ એજ હતી જ્યારે, તે તેના બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં અનુષ્કાની બોલિંગનો સામનો કરી રહ્યા હતા.

આ પણ જુઓ : સુરતમાં તંત્રના પાપે જનતા પરેશાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન