ipl 2020 rcb vs kxip virat kohli dances during practice see video
  • Home
  • Featured
  • મેદાન વચ્ચે જ કોહલીને ચડ્યું સૂરાતન, કર્યો એવો અજીબ ડાન્સ કે વીડિયો જોનારા મોજમાં આવી ગયાં

મેદાન વચ્ચે જ કોહલીને ચડ્યું સૂરાતન, કર્યો એવો અજીબ ડાન્સ કે વીડિયો જોનારા મોજમાં આવી ગયાં

 | 4:08 pm IST

આઈપીએલ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ (Royal Challengers Bangalore Vs Kings XI Punjab) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. છેલ્લા બોલ પર રન બનાવીને પંજાબે બેંગલોરને 8 વિકેટથી હરાવ્યું હતું. મેચનો હીરો કેએલ રાહુલ(KL Rahul) હતો, તેણે 49 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ક્રિસ ગેલે (Chris Gayle) પણ જોરદાર ઇનિંગ્સ રમીને 53 રન બનાવ્યા હતા. મેચ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) નવી સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. તે પ્રેક્ટિસ દરમિયાન ડાન્સ કરતો જોવા મળ્યો હતી. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન વિરાટ કોહલી મેદાન પર સૂઈ ગયો અને ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેણે તેના પગથી જોરદાર મૂવ્સ કર્યા અને વીડિયો વાયરલ થતાં જ લોકો જોતા રહી ગયા હતા. તે ભાંગડા પણ કરી રહ્યો હતો. હંમેશા ગુસ્સે રહેનારા વિરાટ કોહલીની આ એક નવી જ સ્ટાઈલ જોવા મળી હતી. તેનો ડાન્સ જોઈને અન્ય ખેલાડીઓ પણ હસવા લાગ્યા. ત્યારે જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન