IPL 2021 All Match could Mumbai and Ahmedabad: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ રસિયાઓ માટે ખુશીના સમાચાર, IPLની તમામ મેચ મુંબઇ-અમદાવાદમાં રમાશે!

ક્રિકેટ રસિયાઓ માટે ખુશીના સમાચાર, IPLની તમામ મેચ મુંબઇ-અમદાવાદમાં રમાશે!

 | 1:32 pm IST
  • Share

IPLની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ના સહ-માલિક પાર્થ જિંદાલ (Parth Jindal)નું માનીએ તો IPL 2021ની લીગ સ્ટેજના તમામ મુકાબલા મુંબઇ (Mumbai)માં થઇ શકે છે. ત્યારબાદ નૉક આઉટ સ્ટેજ (Knockout Stage)ની મેચ અમદાવાદ (Ahmedabad)માં યોજાઇ શકે છે.

જિંદાલે કહ્યું કે જો હું સાંભળી રહ્યો છું અને જોઇ રહ્યો છું એ હિસાબથી જો ઇંગ્લેન્ડ પ્રવાસ પર આવી શકે છે. તો આઇપીએલ આખે આખી ગોવમાં યોજાઇ શકે છે, જો વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી યોજાઇ શકે છે. હું નથી સમજતો કે આઇપીએલ ભારતથી બહાર જવી જોઇએ.

પાર્થ જિંદલે ઇએસપીએક્રિકઇંફોને કહ્યું કે મને લાગે છે કે મેનેજમેન્ટ આ અંગે વિચાર કરી રહ્યું છે કે લીગ સ્ટેજને એક જ શહેરમાં આયોજીત કરાવામાં આવે અને પ્લેઓફ કોઇ ઇન્ય મેદાન પર કરવામાં આવે. ઘણી ચર્ચા એ વાત પર છે કે તમામ લીગ મેચ એક જ શહેર, મુંબઇમાં કરાવી લેવામાં આવે કારણ કે અહીં ત્રણ મેદાન (વાનખેડે સ્ટેડિયમ, બ્રેબ્રોન સ્ટેડિયમ અને ડીવાઇ પાટીલ સ્ટેડિયમ) છે. આ સિવાય પ્રેક્ટિસ માટે પણ ઘણી સુવિધાઓ હાજર છે. અને નૉક આઉટ મેચ અમદાવાદમાં કરાવામાં આવે. આ બધું હજુ અપુષ્ટ છે પરંતુ હું એ કહી રહ્યો છું જે બધું સાંભળી રહ્યો છું.

જિંદલ એ એમ પણ કહ્યું કે જો લીગ સ્ટેજની તમામ મેચ મુંબઇમાં થાય છે તો દિલ્હીની ટીમને પણ ફાયદો થશે. તેમની ટીમમાં કેપ્ટન શ્રેયસ ઐયર સિવાય અજ્કિંકય રહાણે અને પૃથ્વી શૉ પણ મુંબઇનો રહેવાસી છે.

તો સનરાઇઝર્સ હૈદરાબાદના મેંટર વીવીએસ લક્ષ્મણે કહ્યું કે વેન્યુને લઇ વસ્તુ હજુ નક્કી નથી. કોલકત્તા નાઇટ રાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ વેંકી મૈસૂરે લક્ષ્મણની વાત ફરીથી દોહરાવી. પંજાબ કિંગ્સના હેડ કોચ અનિલ કુંબલે એ કહ્યું કે તેમણે તમામ મેદાનો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ ટીમ પસંદ કરી છે.

આ વીડિયો પણ જુઓ : રાજસ્થાન રોયલ્સની ટીમે ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને 1.2 કરોડમાં ખરીદ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન