IPL 2021: CSK vs KKR Final today held playing 11 and pitch report
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs KKR : ધોની કેમ ફાઇનલ માટે હોટ ફેવરિટ?

CSK vs KKR : ધોની કેમ ફાઇનલ માટે હોટ ફેવરિટ?

 | 9:59 am IST
  • Share

  • CSK ચોથા ખિતાબ માટે ઉતરશે

  • કોલકાતાની નજર પણ ત્રીજી IPL ટ્રોફી જીતવા પર

  • દુબઇની પીચ થોડી ધીમી ચોક્કસ થઇ છે પરંતુ તેમ છતાંય બેટિંગ માટે હજુ પણ શાનદાર

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની ટીમ આજે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનાર IPL 2021ના ફાઇનલ મુકાબલામાં ઇયાન મોર્ગનની કેપ્ટનશીપવાળી કોલકાતા નાઇટરાઇડર્સ (KKR)ની સામે પોતાના ચોથા ખિતાબ માટે ઉતરશે. બીજીબાજુ કોલકાતાની નજર પણ ત્રીજી IPL ટ્રોફી જીતવા પર હશે. CSKની 12 સીઝનમાં આ નવમી ફાઇનલ છે. તેણે 2010, 2011 અને 2018માં ટ્રોફી જીતી હતી જ્યારે KKR એ ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ 2012 અને 2014માં આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. કેકેઆરની આ ત્રીજી ફાઇનલ છે.

નંબર્સ ગેમ

24 રન અને રૂતુરાજ ગાયકવાડ ફાઇનલમાં બનાવી લે છે તો ઓરેન્જ કેપ તેની થશે, જે અત્યારે કેએલ રાહુલ (626 રન)ના નામે છે
અત્યાર સુધીમાં સુનીલ નારાયણે ચેન્નઇ સુપરકિંગ્સની સામે 18 વિકેટ લીધી છે. આ બંને ટીમમાં નારાયણ સૌથી સફળ બોલર રહ્યો છે

પિચ અને હવામાન

દુબઇની પીચ થોડી ધીમી ચોક્કસ થઇ છે પરંતુ તેમ છતાંય બેટિંગ માટે હજુ પણ શાનદાર રહી છે. આ સીઝનમાં મેદાન પર 11 મેચ રમાઇ છે જેમાંથી 9માં લક્ષ્યનો પીછો કરનાર ટીમે જીત પ્રાપ્ત કરી છે. આ સીઝનમાં આ મેદાનમાં સરેરાશ ટોટલ 152 રન રહ્યા છે. દુબઇના ગરમ વાતાવરણ સાથે ખેલાડીઓએ તાલમેલ બેસાડી દીધો છે. તાપમાન 35 ડિગ્રી સુધી જવાની સંભાવના છે.

સામ-સામે: ભારે પડે છે ચેન્નાઇ

કુલ મેચ – 25
CSK જીત્યું – 16
KKR જીત્યું – 8
નો રિઝલ્ટ – 1

સંભવિત પ્લેઇંગ 11

ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસીસ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, જોશ હેઝલવુડ

કોલકાતા નાઈટ રાઈડર્સ: શુભમન ગિલ, વેંકટેશ અય્યર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઈઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો