IPL 2021 Qualifier 2 Match Kolkata Knight Riders vs Delhi Capitals live Score
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021ની ફાઇનલમાં ચેન્નઇ સામે કોલકાતા ટકરાશે, દિલ્હી બહાર ફેંકાયું

IPL 2021ની ફાઇનલમાં ચેન્નઇ સામે કોલકાતા ટકરાશે, દિલ્હી બહાર ફેંકાયું

 | 7:04 pm IST
  • Share

  • આજે દિલ્હી અને કોલકાતા સામે ક્રિકેટની જંગ
  • દિલ્હીના પેસ બોલર્સ અને કોલકાતાના સ્પિનર્સ વચ્ચે મુકાબલો
  • ક્વોલિફાયર-2માં જીતનાર ટીમ ચેન્નઇ સામે ટકરાશે

આપીએલ 2021 (IPL 2021) લીગના બીજા ક્વોલિફાયર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સની ટીમ અને કોલકાતા નાઇટ રાઇડર્સના આમનેસામને હતા.  જેમા કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન મૉર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ઋષભ પંતની ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ પર 135 રન બનાવ્યા હતા. જેમા શિખર ધવને સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. દિલ્હીની ઇનિંગ દરમિયાન પૃથ્વી શૉ 15, માર્કસ સ્ટોયનિસ 18, ઋષભ પંત 6 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે શ્રેયસ અય્યર 30 રન અને અક્ષર પટેલ 4 રન બનાવીને અણનમ રહ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી વરૂણ ચક્રવર્તીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે લોકી ફર્ગ્યુસન અને શિવમ માવીએ 1-1 વિકેટ લીધી હતી.

136 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે ખુબ જ સારી શરૂઆત કરી હતી અને નિર્ધારિત 20 ઓવરનો એક બોલ શેષ રહેતા કેકેઆર એ 136 રનના ટાર્ગેટને હાંસલ કરી લીધો હતો. ક્વોલિફાયર-2 મુકાબલામાં કોલકાતાએ દિલ્હીને 3 વિકેટ હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન કાયમ કરી લીધુ હતુ. હવે 15 ઓક્ટોબરે કોલકાતાની ટીમ ધોનીની સીએસકે સામે ટકરાશે.

જણાવી દઇએ કે, દિલ્હીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના પ્રથમ અંતરાયને પાર કરવામાં નિષ્ફળ રહી હતી. રિષભ પંતના નેતૃત્વ હેઠળની ટીમ જો કોલકાતા સામે હારી જશે તો તેના અભિયાનનો આજે અંત આવી જશે. ક્વોલિફાયર-2માં જીતનાર ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં રમશે.

ખેલાડીઓનું ફોર્મ અને અણીના સમયે હાઇએસ્ટ લેવલની રમતનું પ્રદર્શન કરવાના કારણે દિલ્હી કરતાં કોલકાતાનું પલડું ભારે જણાય છે. દિલ્હી પાસે પણ સારા મેચ વિનર છે અને તેની પાસે પણ લાંબી બેટિંગ લાઇન-અપ છે. લીગ તબક્કામાં દિલ્હીની ટીમ 10 મેચ જીતીને 20 પોઇન્ટ સાથે ટોચના ક્રમે રહી હતી પરંતુ કોલકાતા માટે તેનો માર્ગ આસાન રહેશે નહીં તે બાબતને દિલ્હી ઘણી સારી રીતે જાણે છે.

દિલ્હી પાસે ઘાતક પેસ બોલિંગ આક્રમણ

દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની તમામ ટીમોમાં સૌથી વધારે બેલેન્સવાળી છે. તેની પાસે મજબૂત બેટિંગ ઉપરાંત ઘાતક પેસ બોલિંગ આક્રમણ છે. શિખર ધવન, પૃથ્વી શો અને શ્રૈયસ ઐયરની હાજરીના કારણે ટોચનો ક્રમ શક્તિશાળી જણાય છે. પંત અને હેતમાયર મિડલ ઓર્ડરને વધારે મજબૂત બનાવે છે. બોલિંગમાં સાઉથ આફ્રિકન જોડી કાગિસો રબાડા અને એનરિક નોર્તઝે સતત સારો દેખાવ કરી રહ્યા છે. ભારતનો પેસ બોલર અવેશ ખાન અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી ચૂક્યો છે અને તે કોલકાતા સામે પોતાની વિકેટોની સંખ્યામાં વધારો કરવા માગશે. લીગ તબક્કામાં દિલ્હીનો કોલકાતા સામે પરાજય થઈ ચૂક્યો હોવાથી સુકાની પંતની ટીમ પ્લે ઓફના આ મુકાબલામાં હિસાબ સરભર કરવા માગશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો