IPL-2021: Sunrisers Hyderabad player Corona positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021માં કોરોના: સનરાઇઝર્સ હૈદરાબાદનો 1 ખેલાડી પોઝિટિવ

IPL 2021માં કોરોના: સનરાઇઝર્સ હૈદરાબાદનો 1 ખેલાડી પોઝિટિવ

 | 3:43 pm IST
  • Share

લાંબા સમય બાદ યૂએઇમાં શરૂ થયેલ આઇપીએલ 2021ના બીજા તબક્કાની મેચ પર પણ કોરોના મહામારીના કાળા વાદળો ઘેરાતા નજર આવી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો એક ખેલાડી કોરોના પોઝિટિવ થયો છે. જેના પછી તેના સંપર્કમાં આવેલા 6 અન્ય સદસ્યોને આઇસોલેશનમાં મોકલી દેવાયા છે.

જણાવી દઇએ કે, આજે સાંજે જ સનરાઇઝર્સ હૈદરાબાદનો દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ મુકાબલો હતો. જોકે આજની મેચ પર તેની કોઇ અસર થશે નહી અને મેચ રમાશે.

ક્યાં ખેલાડીને કોરોના થયો.

સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર ટી. નટરાજન કોરોના પોઝિટિવ થયો છે. મેચની શરૂઆત પહેલા જ જે RT-PCRનો ટેસ્ટ થાય છે, તેમા આ પરિણામ આવ્યું છે. તેના પછી તેના સંપર્કમાં આવેલા પ્લેયર્સ અને સ્ટાફને આઇસોલેશનમાં મોકલી દેવાયા છે.

જે સદસ્યોને આઇસોલેટ કરાયા છે, જેમા વિજય શંકર (પ્લેયર), વિજય કુમાર (ટીમ મેનેજર), શ્યામ સુંદર (ફિજિયો), અંજના વન્નન (ડૉક્ટર), તુષાર ખેડકર (લોજિસ્ટિક મેનેજર), પીએ. ગણેશન (નેટ બોલર) સામેલ છે. ટીમના બાકી સદસ્ય અને સ્ટાફનો પણ RT-PCR કરવામાં આવ્યો છે, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જણાવી દઇએ કે, આઇપીએલની આ સિઝનની શરૂઆતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા, ત્યારે આ સિઝન ભારતમાં રમાઇ રહી હતી અને પછી તેને અદ્ધવચ્ચે બંધ કરાઇ હતી. એક લાંબા અંતર બાદ સિઝનને પૂર્ણ કરવા માટે યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી જ આઇપીએલના બીજો તબક્કો શરૂ કરાયો છે. હવે બે દિવસ બાદ ફરીથી કોરોનાના કેસ સામે આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો