IPL 2021: This bowler proved to be more dangerous than Bumrah
  • Home
  • Sports
  • Cricket
  • કાર્તિક ત્યાગીની કંજૂસ બોલિંગ જોઇ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બોલરો ચોંકી ગયા

કાર્તિક ત્યાગીની કંજૂસ બોલિંગ જોઇ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ બોલરો ચોંકી ગયા

 | 3:51 pm IST
  • Share

મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનની જીતનો શ્રેય ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને જાય છે. આ યુવા બોલરે છેલ્લી ઓવરમાં 1 રન આપીને 2 વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા. જેને લઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

જસપ્રિત બુમરાહે કાર્તિક ત્યાગીની પ્રશંસા કરી છે અને તેને શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. જસપ્રીત બુમરાહે કહ્યું કે, ‘કાર્તિક ત્યાગીએ અદભૂત બોલિંગ કરી. તેણે દબાણ હેઠળ ઠંડા મનથી પોતાનું કામ કર્યું. તે ઉત્તમ બોલિંગનું ઉદાહરણ હતું. મારી ક્રિકેટ કારકિર્દીમાં મેં જોયેલા તમામ સારા સ્પેલમાં તે નંબર વન છે. આશા છે કે કાર્તિક આ જ રીતે પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે અને અમારા માટે મેચ જીતશે.

બુમરાહને ટીમ ઇન્ડિયાના ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે. તો જે રીતે કાર્તિકે પોતાની જાતને સાબિત કરી છે. તેની તુલના બુમરાહ સાથે કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે માત્ર 183 રન બનાવી શકી હતી. પંજાબ કિંગ્સને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 38 રનની જરૂર હતી. ક્રિસ મોરિસની 16 મી ઓવરમાં માત્ર 6 રન જ થયા હતા. આ પછી પંજાબને છેલ્લી 3 ઓવરમાં 18 રનની જરૂર હતી પરંતુ કાર્તિકની શાનદાર બોલિંગને કારણે પૂરન અને માર્કરમે ટીમને લક્ષ્યની નજીક લાવી દીધી પરંતુ જીતી શક્યા નહીં.

ઉત્તર પ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર કાર્તિક ત્યાગી ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ કરતા વધુ કંજૂસ સાબિત થયો. આ કારમી હાર બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ ખૂબ દુ:ખી હતા. મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે આ હારને પચાવવી મુશ્કેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો