IPL 2022: CSK retains Dhoni, Rahul could be Lucknow's captain
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022 : CSKએ ધોનીને રિટેન કર્યો, રાહુલ લખનઉનો સુકાની બની શકે

IPL 2022 : CSKએ ધોનીને રિટેન કર્યો, રાહુલ લખનઉનો સુકાની બની શકે

 | 7:20 am IST
  • Share

  • સીએસકે દ્વારા રૈનાને રિટેન કરવામાં રસ દાખવવામાં આવ્યો નથી

  • 2022માં એપ્રિલમાં રમાશે આઈપીએલ 

આઈપીએલની આગામી સિઝન ચાર મહિના બાદ ભારતમાં યોજવાની છે ત્યારે વિવિધ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓને રિટેન કરવાની, છૂટા કરવાની અને આગામી સ્ટ્રેટેજી બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તૈયારીઓના ભાગરૂપે ચાર ટીમો દ્વારા પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના મતે સીએસકે દ્વારા ધોની, જાડેજા અને ગાયકવાડને રિટેન કરાયા છે. હાલમાં મોઈન અલી સાથે વાટાઘાટ ચાલી રહી છે.

જો તે તૈયાર નહીં થાય તો સેમ કુરનને રિટેન કરાશે. બીજી તરફ કે.એલ. રાહુલ સંજીવ ગોએન્કાની લખનઉ ટીમનું સુકાન સંભાળે તેવી શક્યતાઓ છે. સૂત્રોના મતે રાહુલે પંજાબ સાથે છેડો ફાડી દીધો છે. બીજી તરફ રિષભ પંતને દિલ્હી કેપિટલ્સનું સુકાન સોંપવામાં આવશે.

મુંબઈ દ્વારા પણ પોતાના સ્ટાર સુકાની રોહિત અને બોલર બુમરાહને રિટેન કરાયા હોવાના અહેવાલો છે. મહત્ત્વની વાત એવી છે કે, ધોનીએ જણાવ્યું હતું કે, મારી અંતિમ મેચ ચેન્નઈમાં જ રમીશ. હવે તેના સંકેતોનો કયો સાર આગળ કાઢવામાં આવશે અથવા નીકળશે તે સમય બતાવશે.

ખાસ વાત એવી છે કે, સીએસકે દ્વારા રૈનાને રિટેન કરવામાં રસ દાખવવામાં આવ્યો નથી. બીજી તરફ દિલ્હી દ્વારા શ્રોયસને રિલીઝ કરીને પંતને સુકાનપદ આપવાની શક્યતાઓ સામે આવી છે.

સીએસકે : ધોની, જાડેજા, ગાયકવાડ,  મોઈન અલી/સેમ કુરન

દિલ્હી કેપિટલ્સ : પંત, પૃથ્વી શૉ, અક્ષર પટેલ, એનરીચ નોર્જે

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત, બુમરાહ, પોલાર્ડ(સંભવિત), ઈશાન કિશન (સંભવિત)

કોલકાતા : સુનીલ નરૈન, આન્દ્રે રસેલ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો