IPL 2022: Hardik pandya Flop in Team India, but will be included in CSK
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયાના આ ફ્લોપ ખેલાડીને ધોની પોતાની ટીમમાં આપશે મોટી તક

ટીમ ઇન્ડિયાના આ ફ્લોપ ખેલાડીને ધોની પોતાની ટીમમાં આપશે મોટી તક

 | 4:55 pm IST
  • Share

  • હાર્દિક પંડ્યા ખરાબ ફોર્મના કારણે MIથી થશે આઉટ
  • હાર્દિક પંડ્યા CSKમાં સામેલ થાય તેવી ઉમ્મીદ
  • મહેન્દ્ર સિંહ ધોની હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરી શકે

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલ 2021નો ખિતાબ પોતાના નામે કર્યો. આ સીએસકેની કુલ ચોથી ટ્રોફી છે. અત્યાર સુધીમાં 9 આઇપીએલ ફાઇનલ રમનાર આ ટીમ આગામી સિઝનમાં સંપૂર્ણ રીતે બદલાયેલી નજર આવશે. કારણ કે આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થવાનું છે. આ ઓક્શનમાં સીએસકે કેટલાક નવા ખેલાડીઓ પર દાવ લગાવશે. આ ખેલાડીઓમાં જ એક એવો ઓલરાઉન્ડર ખેલાડી પણ છે જેને ધોની પોતે ખુબ જ પસંદ કરે છે.

સીએસકેની આ ખેલાડી પર ખાસ નજર

ધોનીની કેપ્ટનશીપવાળી સીએસકે આગામી વર્ષે ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માગશે. ખબર છે કે આગામી વર્ષે મુંબઇ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાને પોતાની ટીમથી ડ્રોપ કરવાની છે. આવામાં સીએસકેની ટીમ બ્રાવોના રિપ્લેસમેન્ટ તરીકે હાર્દિકને પોતાની ટીમમાં સામેલ કરવા માગશે. જણાવી દઇએ કે, ભારતીય ટીમમાં પણ હાર્દિકે ધોનીની કેપ્ટનશીપમાં જ ડેબ્યૂ કર્યું હતું. આવામાં જો સીએસકે આ ઘાતક ઓલરાઉન્ડરને પોતાની ટીમમાં સામેલ કરે છે તો તેમની ટીમ વધારે ઘાતક બની જશે.

ધોની પણ કરે છે પસંદ

હાર્દિક પંડયાની વાત કરીએ તો તેને સીએસકેનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ પસંદ કરે છે. પંડ્યા જ્યારે પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં આવ્યો હતો તો તે સમયે ધોની જ કેપ્ટન હતો. આ સિવાય તાજેતરમાં જ ટી-20 વર્લ્ડકપ સમયે પણ ધોનીની જીદના કારણે જ કતે ટીમમાં ટકી શક્યો હતો. ત્યાં જ પંડ્યાએ પણ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે કે, ધોનીએ તેના કરિયર માટે ઘણુ બધુ કર્યું છે. આ પહેલા પણ થઇ ચૂક્યુ છે કે ધોની પોતાની પસંદગીના ખેલાડીને સીએસકેથી દૂર રહેવા દેતો નથી.

મુંબઇની ટીમમાં રિટેન નહીં થાય

હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સમાં રિટેન કરવાની આશા ખુબ જ ઓછી છે. કારણ કે રિટેશનની રેસમા્ં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કિરોન પોલાર્ડ, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવ આગળ છે. હાર્દિક પંડ્યાએ આઇપીએલના ઇતિહાસમાં 92 મેચ રમી છે. જેમા તેણે 27.33ની સરેરાસ અને 153.91ની સ્ટ્રાઇક રેટથી 1476 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકે 4 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વાધિક સ્કોર 91 રહ્યો. બોલિંગની વાત કરીએ તો તેણે 31.26ની સરેરાશ અને 9.06ની ઇકોનોમીથી 42 વિકેટ હાંસલ કરી છે.

સીએસકેમાં આ ત્રણ ખેલાડી થશે રિટેન

આ વર્ષના પ્રદર્શનને જોતા જો એ વાતનું અંદાજો લગાવવામાં આવે કે સીએસકે ક્યાં ખેલાડીને રિટેન કરશે તો તેમા સૌથી પહેલું નામ કેપ્ટન મદેન્દ્ર સિંહ ધોનીનું આવશે. બીજા ખેલાડી તરીકે આ ટીમ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને રિટેન કરશે. ત્યાં જ ત્રીજા ખેલાડી માટે ઘણા દાવેદાર છે. પરંતુ આ રેસમાં ઋતુરાજ ગાયકવાડ સૌથી આગળ છે. જેની પાછળનું કારણ એ છે કે ગાયકવાડે આ વર્ષે સીએસકે તરફથી ઓરેંજ કેપ હાંસલ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો