IPL 2022 Retention Venkatesh Iyer was returned by KKR for Rs 8 crore
  • Home
  • Sports
  • Cricket
  • આ ખેલાડીને રિટેંશન બાદ 20 લાખના સીધા 8 કરોડ રૂપિયા મળ્યા

આ ખેલાડીને રિટેંશન બાદ 20 લાખના સીધા 8 કરોડ રૂપિયા મળ્યા

 | 4:39 pm IST
  • Share

  • આ ખેલાડીને રિટેંશનમાં થયો બમ્પર ફાયદો
  • વેંકટેશ ઐય્યરની સેલેરી લગભગ 40 ઘણી વધી ગઇ
  • KKRએ વેંકટેશ ઐય્યરને 8 કરોડમાં રિટેન કર્યો


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઓક્શન પહેલા ખેલાડીઓનું રિટેંશન લિસ્ટ સામે આવી ગયું છે. ઘણા મોટા ખેલાડીઓને ટીમોએ બહારનો રસ્તો દેખાડી દીધો છે, જ્યારે કેટલાક એવા નામ પણ છે જેમને મોટો ફાયદો થયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સે જે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે, તેમા યુવા ખેલાડી વેંકટેશ ઐય્યર પણ સામેલ છે.

વેંકટેશ ઐય્યરને કોલકાતા નાઇટ રાઇડર્સે 8 કરોડ રૂપિયા આપી રિટેન કર્યો છે. આ પહેલાની સિઝનમાં વેંકટેશ ઐય્યરની વેલ્યૂ માત્ર 20 લાખ રૂપિયા હતી. એટલે કે એક વર્ષમાં જ વેંકટેશ ઐય્યરની સેલેરી લગભગ 40 ઘણી વધી ગઇ છે.

વેંકટેશ ઐય્યરે આઇપીએલ-2021ના બીજા ભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યૂએઇમાં રમાયેલ આ ઇવેન્ટમાં વેંકટેશ ઐય્યરે માત્ર 10 મેચમાં 370 રન બનાવ્યા હતા અને પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારત માટે કર્યું ડેબ્યૂ

વેંકટેશ ઐય્યરના આ શાનદાર પ્રદર્શનનો કમાલ હતો કે તેણે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી-20 મેચ રમવાની તક મળી અને તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ થઇ ગયું. ખાસ વાત એ છે કે, વેંકટેશ ઐય્યર ઓપનિંગ કરી લે છે, ઝડપી બોલિંગ પણ કરે છે અને જરૂર પડતા નીચેના ક્રમમાં પણ બેટિંગ કરી લે છે.

હાર્દિક પંડ્યાના ખરાબ પ્રદર્શનના કારણે વેંકટેશ ઐય્યરને ફાયદો મળ્યો, ટીમ ઇન્ડિયામાં તેને સ્થાન મળી ગયુ અને હવે આઇપીએલમાં તેની કમાણી પણ બમ્પર થઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો