IPL-2019 હરાજી: ક્રિકેટ અને બેરોજગારી: 70 જગ્યાઓ માટે આટલા ખેલાડીઓમાં મેચ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2019 હરાજી: ક્રિકેટ અને બેરોજગારી: 70 જગ્યાઓ માટે આટલા ખેલાડીઓમાં મેચ

IPL-2019 હરાજી: ક્રિકેટ અને બેરોજગારી: 70 જગ્યાઓ માટે આટલા ખેલાડીઓમાં મેચ

 | 11:24 am IST

હાલમાં ઈન્ડિયામાં લગભગ એકપણ ફિલ્ડ એવી નહી હોય કે, જેમાં નોકરી મેળવવા માટે લાઈનમાં ન ઉભા રહેવું પડતું હોય. આપણે ગુજરાતની વાત કરીએ તો હાલમાં જ ક્લાસ-3 માટેની 12000 જગ્યા માટે 38 લાખ ફોર્મ ભરાતા પ્રતિદિવસે વધી રહેલી બેરોજગારીનો એક ડરામણો આંકડો સામે આવ્યો હતો. તેવી જ રીતે હવે ક્રિકેટમાં પણ ખેલાડીઓની સંખ્યામાં વધારો થયો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના 12માં સત્રની 18 ડિસેમ્બરે જયપુરમાં થનાર ખેલાડીઓની હરાજીમાં આઠ ફ્રેન્ચાઈઝી ટીમોમાં 70 જગ્યાઓ માટે 1003 ખેલાડીઓએ નામ નોંધાવ્યા છે. જોકે, આ આંકડો દેશી-વિદેશી ખેલાડીઓનો સંયુક્ત છે.

પૂર્વોત્તરના રાજ્યો ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરો ઉપરાંત 232 વિદેશી ખેલાડીઓએ પણ નીલામી માટે પંજીકરણ કરાવ્યું છે. 800 એવા ખેલાડીઓએ પંજીકૃત કરાવ્યું છે જેઓ એકપણ ઈન્ટરનેશનલ મેચ રમ્યા નથી, જેમાં 746 ભારતીય ખેલાડી સામેલ છે.

વિદેશીઓમાં ઓસ્ટ્રેલિયાના 35, જ્યારે અફઘાનિસ્તાનના 27 ખેલાડીઓએ નામ નોંધાવ્યા છે. સૌથી વધારે દક્ષિણ આફ્રિકાના 59 ખેલાડીઓએ પંજીકરણ કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આર્યલેન્ડનો એક-એક ખેલાડી આ લિસ્ટમાં સામેલ છે.

નીલામી માટે આ સૂંચીમાં છંટણી કરવામા આવશે અને ફ્રેન્ચાઈજિયોને પોતાની પસંદના ખેલાડીઓની સૂચિ સોંપવા માટે 10 ડિસેમ્બર સુધીનો સમય આપવામા આવ્યો છે.

આઈપીએલની નીલામીનો નિયમિત રૂપથી સંચાલન કરનાર રિચર્ડ મેડલે આ વખતે હરાજીનો હિસ્સો રહેશે નહી અને નીલામીના સંચાલનની જવાબદારી આ વખતે હ્યૂ એડમિડેસને સોંપવામા આવી છે.

હ્યૂ એડમિડેસને હરાજી કંપની ક્રિસ્ટીમાં 30 વર્ષથી વધારેનો અનુભવ છે. તેઓ મેડલેની જગ્યા લેશે, જેમની ઉપસ્થિતિ વિશે BCCIની જાહેરાતમાં કોઈ જ જાણકારી આપવામા આવી નથી.