section not found
NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
section not found
section not found
  • Home
  • Sports
  • Cricket
  • IPL ફિક્સિંગ કાંડ: પૈસા સાથે પિરસાયું સેક્સ , ક્રિકેટરો પાસે મોકલાઈ 4 કોલગર્લ

IPL ફિક્સિંગ કાંડ: પૈસા સાથે પિરસાયું સેક્સ , ક્રિકેટરો પાસે મોકલાઈ 4 કોલગર્લ

 | 6:43 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ ( આઈપીએલ)ની સિઝન 10માં થયેલા મેચ ફિક્સિંગ કાંડમાં નવો ખુલાસો થયો છે. મેચ ફિક્સિંગના આરોપમાં ઝડપાયેલા નયન શાહની પૂછપરછમાં એવો ચોંકાવનારી નવી માહિતી બહાર આવી છે.  નવો ઘટસ્ફોટ થયો છે કે, હોટેલ લેન્ડમાર્કમાં બુધવારે નયને ચાર સેક્સ વર્કરને બોલાવી હતી.

પોલીસે સત્તાવાર રીતે આ સેક્સ વર્કર કોના રૂમમાં ગઈ હતી તેનો ખુલાસો કર્યો નથી.જોકે, પોલીસે બિનસત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, આ સેક્સ વર્કર ક્રિકેટરોના જ રૂમમાં ગઈ હતી.  આ ચાર ક્રિકેટરો કોણ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર અંડર-19 ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા નયન રમેશે પોલીસને જણાવ્યું કે, તેણે હોટેલ લેન્ડમાર્કમાં બુધવારે ચાર કોલગર્લને બોલાવી હતી. પોલીસે સીટીસીટીવી અને નયન પાસેના ફોન નંબરના માધ્યમથી આ ચારેય સેક્સ વર્કરની ઓળખ કરી હોવાનું પણ પોલીસે બિનસત્તાવાર રીતે સ્વીકાર્યું છે.

નયને આ સેક્સ વર્કરોને કયા ખેલાડીઓ માટે બોલાવી હતી તે જણાવ્યું નથી, પરંતુ પોલીસ આ ચાર કોલગર્લની પૂછપરછ કરી તપાસ કરશે કે, તે કયા ક્રિકેટર પાસે ગઈ હતી. કાનપુર પોલીસે આ મામલે તપાસ માટે 8 ટીમો બનાવી છે જે ટીમો ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ કરી રહી છે.

પોલીસની તપાસમાં બંટી ખંડેલવાલનના નામનો ખુલાસો થયો છે. તે છેલ્લે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં જોવા મળ્યો હતો. મુખ્ય સટોડિયો બંટી ખંડલવાલ અને તેનો સાથી હનીફ વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાની આશંકાએ પોલીસે બંને વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી છે.

1
section not found section not found