NIFTY 10,225.25 -9.20  |  SENSEX 32,620.59 +11.43  |  USD 65.0875 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPLમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ મામલે યુસુફ પઠાણ ગેલને ટક્કર આપી રહ્યો છે

IPLમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચ મામલે યુસુફ પઠાણ ગેલને ટક્કર આપી રહ્યો છે

 | 2:07 am IST

નવી દિલ્હી, તા. ૧૯

ટી-૨૦ ક્રિકેટમાં એક આક્રમક ઇનિંગ અથવા બોલિંગમાં એક નાનો સ્પેલ મેચનું પરિણામ બદલી નાખતું હોય છે. આઈપીએલમાં ઘણા ખેલાડીઓ છે જેમણે પોતાની આક્રમક બેટિંગ દ્વારા ટીમને વિજય અપાવ્યો છે આઈપીએલમાં ક્રિસ ગેલ અને યુસુફ પઠાણ એવા જ બે દિગ્ગજ ખેલાડીઓ છે જેમણે છેલ્લા ૧૦ વર્ષમાં પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા ટીમને જીત અપાવી છે. બંને ખેલાડીઓ પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે. ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવનાર વિશ્વના એક માત્ર બેટ્સમેન ક્રિસ ગેલની સામે બોલિંગ કરવામાં ભલભલા બોલરો ગભરાય છે. આઈપીએલમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે ત્યારે આ મામલે ભારતનો યુસુફ પઠાણ ગેલને ટક્કર આપી રહ્યો છે.

આઈપીએલમાં ક્રિસ ગેલે સર્વાધિક ૧૮ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે બીજા સ્થાને યુસુફ પઠાણ છે જેણે ૧૬ વખત મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ પણ ખાસ પાછળ નથી. તે ૧૫ વખત મેન ઓફ ધ મેચ બની ચૂક્યો છે. ચોથા સ્થાને રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ૧૪ વખત મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે. પાંચમા સ્થાને સુરેશ રૈના અને રોહિત શર્મા છે આ બંને ૧૩-૧૩ વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યા છે.

યુસુફ પઠાણ વર્ષ ૨૦૦૮માં ચાર વખત, ૨૦૦૯માં ત્રણ વખત, ૨૦૧૦માં બે વખત, ૨૦૧૧માં બે વખત, ૨૦૧૨માં એક વખત, ૨૦૧૩માં એક, ૨૦૧૪માં એક, ૨૦૧૫માં, ૨૦૧૬માં એક વખત અને વર્ષ ૨૦૧૭માં એક વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.

ક્રિસ ગેલ ૨૦૦૯માં એક વખત, ૨૦૧૧માં છ વખત, ૨૦૧૨માં પાંચ વખત, ૨૦૧૩માં ત્રણ, ૨૦૧૫માં બે અને વર્ષ ૨૦૧૭માં એક વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની પાંચમી સિઝન સુધી ગેલ અને યુસુફ બંને ૧૨-૧૨ વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યા હતા તે પછી ગેલે પઠાણને પાછળ છોડયો હતો. આ સિઝનમાં પઠાણ અને ગેલ ફોર્મમાં પરત ફર્યા છે ત્યારે બંને વચ્ચે ફરી મેન ઓફ ધ મેચની રેસ જોવા મળી શકે છે.

ગેલનાં બેટની હરાજી થશે

ગુજરાત સામેની મેચમાં ગેલે ૩૮ બોલમાં ૭૭ રન બનાવ્યા હતા. ક્રિસ ગેલે આ સાથે ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. હવે ગેલ આ બેટને હરાજી કરવાનું વિચારી રહ્યો છું અને તેના દ્વારા મળનાર રકમને ચેરિટીમાં દાન આપવાનું વિચારી રહ્યો છે.