રસલે કહ્યું, ગેઈલ તો "યુનિવર્સ બોસ" તેમની સાથે મારી સરખામણી હાસ્યસ્પદ છે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રસલે કહ્યું, ગેઈલ તો “યુનિવર્સ બોસ” તેમની સાથે મારી સરખામણી હાસ્યસ્પદ છે

રસલે કહ્યું, ગેઈલ તો “યુનિવર્સ બોસ” તેમની સાથે મારી સરખામણી હાસ્યસ્પદ છે

 | 4:06 pm IST

કોલકત્તા નાઈટરાઈડર્સે સોમવારે દિલ્હી ડેયરડેવિલ્સના વિરૂધ્ધ IPLની મેચમાં 71 રનથી જીત નોંધાવી છે. આ જીતમાં વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ઓલરાઉન્ડર આન્ડ્રે રસલ મુખ્ય ભૂમિકામાં હતો. તેને 12 બોલમાં 41 રન બનાવ્યા હતા અને તેમનો સ્કોર 200 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રસેલની સ્ટ્રાઈક રેટ 342ની હતી. તેના આ આક્રમક અંદાઝની સરખામણી વેસ્ટઈન્ડિઝના ક્રિસ ગેઈલ સાથે થવા લાગી છે. પરંતુ પોતાની સરખામણી થતાં રસલે કહ્યું કે, ગેઈલ મારો રોલ મોડલ તરીકે છે. અને તે આ ખેલના યુનિવર્સ બોસની જગ્યા લઈ શકે નહીં.

ખાસ વાત એ છેકે ક્રિસ ગેઈલ પોતાને યુનિવર્સ બોસ તરીકે ઓળખાવે છે. ક્રિકેટમાં તેમની ઓળખ અને છાપ એવી છે કે મોટેભાગના ખેલાડીઓ અને તેમના ફેન્સ તેમને આ નામથી જ સંબોધિત કરે છે. પોતાની ધમાકેદાર ઈનિંગ પછી રસલે કહ્યું કે, હું ક્રિસ ગેઈલને પોતાનો આદર્શ માનું છું અને તેમના જ તોફાની અંદાઝમાં ક્રિકેટ રમાવા માટે પ્રયત્ન પણ કરતો રહું છું. ગેઈલ સાથે મારી સરખામણી થઈ શકે નહીં કારણ કે તેઓ યુનિવર્સ બોસ છે.

IPL-11માં આન્દ્રે રસેલ પોતાની તૂફાની પારીને કારણે KKRને જીત અપાવવા માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે. રસેલ હમણાં IPL-11માં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાન પર છે. તેનું આક્રમક વલણ જો ચાલું રહેશે તો બોલરો માટે તે વધુને વધુ ઘાતક પુરવાર થઈ શકે છે.