IPL-11: મુશ્કેલીમાં હતો ધોની તો પણ યુવરાજે કરી આ રીતે મસ્તી, જુઓ વિડીયો - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4450 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-11: મુશ્કેલીમાં હતો ધોની તો પણ યુવરાજે કરી આ રીતે મસ્તી, જુઓ વિડીયો

IPL-11: મુશ્કેલીમાં હતો ધોની તો પણ યુવરાજે કરી આ રીતે મસ્તી, જુઓ વિડીયો

 | 3:40 pm IST

IPL-11માં રવિવારે KXIP અને CSK વચ્ચે રોમચંક મેચ જોવા મળી હતી. બંને ટીમો તરફથી જોરદાર પરફોમન્સ આપવામાં આવ્યું હતું, જેમાં CSKની ટીમે પહેલી વખત આ સીઝનમાં હારનો સામનો કર્યો છે. જેમાં ધોનીએ 79 રનની આલિશાન ઈનિંગ રમી તેની આલચના કરનારને વળતો જવાબ આપ્યો છે. આ મેચમાં કેપ્ટન કૂલ ધોની પોતાની પીઠમાં દુ:ખાવાના કારણે ઘણો હેરાન થયો હતો. જ્યારે મેચ દરમિયાન ફિઝિયો તેને મસાજ કરી રહ્યા હતા ત્યારે પંજાબના ખેલાડી યુવરાજ સિંહ તેમની મજા લઈ રહ્યા હતા.

ધોની રવિવારની મેચમાં જ્યારે બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને અચાનક જ પીઠમાં દુ:ખાવા ઉપડ્યો હતો. તેથી ટીમના ફિઝિયો મેદાન પર આવી ધોનીને મસાજ કરી રહ્યા હતા. ફિઝિયો પણ ધોનીને મેદાન પર મસાજ કર્યું હતું. જ્યારે ધોનીને મસાજ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે પણ હસી રહ્યો હતો, જે જોઈને પંજાબનો ખેલાડી યુવરાજ સિંહ પણ તેની પાસે આવી કઈંક કહ્યું હતું. જે પછી તેને હેરાન કરી માથું દબાવવા લાગ્યો હતો. IPL દ્વારા બંને મિત્રોની આ મસ્તી કેમેરામાં કેદ કરી વિડીયો શેર કરવામાં આવ્યો છે.

રવિવારની મેચમાં CSK સામે 198 રનનો ટાર્ગેટ હતો જેમાં CSKની ટીમ 193 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ધોનીએ ફરી એક વખત લાસ્ટ બોલ પર સિક્સ લગાવ્યો હતો, પરંતુ તે પણ તેની ટીમને જીત અપાવવા માટે પૂરતો ન હતો.