IPL2020, Delhi vs Chennai, Sharjah, check updates
  • Home
  • Sports
  • Cricket
  • DCvsCSK: ડુ પ્લેસીસની અડધી સદી, રાયડુ-જાડેજાની ધમાકેદાર બેટિંગ, DCને મળ્યો 180નો ટાર્ગેટ

DCvsCSK: ડુ પ્લેસીસની અડધી સદી, રાયડુ-જાડેજાની ધમાકેદાર બેટિંગ, DCને મળ્યો 180નો ટાર્ગેટ

 | 7:07 pm IST

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2020)ની 13મી સીઝનની 34મી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. જે દિલ્હી કેપિટલ્સ(DD) અને ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) વચ્ચે રમાઈ રહી છે. ટોસની વાત કરીએ તો ધોનીની ટીમ સીએસકેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા છે. 

ફાફ ડુ પ્લેસીસે અડધી સદી ફટકારી:

ટોસ જીતી પહેલા બેટિંગ કરતા સીએસકેની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા છે. સીએસકેની શરૂઆત સારી ન થઈ. ઓપનર બેટ્સમેન સેમ કુરેન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. પરંતુ ત્યાર બાદ ફાફ ડુ પ્લેસિસે અને શેન વોટ્સને સારું પ્રદર્શન કર્યું. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ. શેન વોટ્સેન 28 બોલમાં 36 રન બનાવી આઉટ થયો. તેણે ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા. વોટસનની વિકેટ નોર્તજે એ લીધી.

રાયડુ અને જાડેજા વચ્ચે 50 રનની ભાગીદારી:

ત્યાર બાદ ફાફ ડુ પ્લેસિસની વિકેટ પડી. તેણે અડધી સદી ફટકારતા 47 બોલમાં 58 રન બનાવ્યા. જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. ત્યાર પછી કેપ્ટન ધોની તરીકે સીએસકેને ચોથો ઝટકો લાગ્યો. ધોનીએ એકવાર ફરી ફેન્સને નિરાશ કર્યા. તે માત્ર 3 રન બનાવી પેવેલિયન ભેગો થયો. જ્યારે અંબાતી રાયડુ અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 50 રનની ભાગીદારી થઈ. રાયડુએ 25 બોલમાં 45 રન બનાવ્યા. જેમાં 1 ચોગ્ગો અને 4 છગ્ગા સામેલ છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ માત્ર 13 બોલમાં 33 રન ફટકાર્યા. જેમાં 6 છગ્ગા સામેલ છે. રાયડુ અને જાડેજા અંત સુધી અણનમ રહ્યા. આમ, સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા.

એનરિચ નોર્તજેએ 2, દેશપાંડે અને રબાડાએ 1-1 વિકેટ લીધી:

દિલ્હીની બોલિંગની વાત કરીએ તો એનરિચ નોર્તજેએ 4 ઓવરમાં 44 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 39 રન આપીને 1 વિકેટ લીધી. આ સિવાય કગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી. રબાડાએ 1 ઓવર મેડન પણ નાંખી હતી. જ્યારે અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપ્યા. જોકે, તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો. દિલ્હીને મેચ જીતવા 180 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પ્લેઇંગ ઇલેવન:

CSK ટીમ:

મહેન્દ્રસિંહ ધોની(C&WK), અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસીસ, શેન વોટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવિદ્ર જાડેજા, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, સેમ ક્યુરેન, કર્ણ શર્મા.

DC ટીમ:

શ્રેયસ અય્યર(કેપ્ટન), રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, કગીસો રબાડા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, એનરિક નાર્તજે, એલેક્સ કેરી(વિકેટકીપર), તુષાર દેશપાંડે, માર્કસ સ્ટોઇનિસ

આ વીડિયો પણ જુઓ: અબડાસા બેઠકને લઇ ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન