IPL2020, Hyderabad vs Kolkata, Abu Dhabi, check updates
  • Home
  • Sports
  • Cricket
  • SRHvsKKR: અંતિમ ઓવર્સમાં મોર્ગન અને કાર્તિકે મોરચો સંભાળ્યો, SRHને 164 રનનો ટાર્ગેટ

SRHvsKKR: અંતિમ ઓવર્સમાં મોર્ગન અને કાર્તિકે મોરચો સંભાળ્યો, SRHને 164 રનનો ટાર્ગેટ

 | 3:27 pm IST

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 13મી સીઝનની 35મી મેચ અબુ ધાબી ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને કોલકાતા નાઇટરાઈડર્સ(KKR) વચ્ચે રમાઈ રહી છે. IPL રેકોર્ડની વાત કરીએ તો KKR અને SRH વચ્ચે અત્યાર સુધી 18 મેચ(2013-2020) રમાઈ છે. જેમાં કોલકાતાએ 11 જ્યારે હૈદરાબાદે 7 મેચ જીતી છે.

આ સીઝનમાં કોલકાતાએ હૈદરાબાદ સામે ગત મુકાબલામાં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. તેથી આજની મેચ જીતવા હૈદરાબાદ પૂરજોશ કોશિશ કરશે. બંને ટીમો વચ્ચે આજનો મુકાબલો જબરદસ્ત થવાની અપેક્ષા છે. ટોસની વાત કરીએ તો હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા નિર્ણય કર્યો. કોલકાતાએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા છે. 

કોલકાતાની શરૂઆત સારી થઈ, ગિલ અને ત્રિપાઠી વચ્ચે 48 રનની ભાગીદારી:

પહેલા બેટિંગ કરી કોલકાતાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા છે. કોલકાતાની શરૂઆત સારી થઈ. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ પહેલી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. કોલકાતાની પહેલી વિકેટ તરીકે રાહુલ ત્રિપાઠીની વિકેટ પડી. તેણે 16 બોલમાં 23 રન બનાવ્યા. જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. રાહુલને ટી નટરાજને બોલ્ડ કર્યો. ત્યાર બાદ શુભમન ગિલ આઉટ થયો. ગિલે 37 બોલમાં 36 રન બનાવ્યા. જેમાં 5 ચોગ્ગા સામેલ છે. ગિલની વિકેટ રાશિદ ખાને લીધી.

મોર્ગન અને કાર્તિકે અંતિમ ઓવરમાં મોરચો સંભાળ્યો:

ગિલ બાદ કોલકાતાને નીતીશ રાણા તરીકે ત્રીજો ઝટકો લાગ્યો. રાણાએ 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 બોલમાં 29 રન બનાવ્યા. રાણાને વિજય શંકરે પ્રીયમ ગર્ગના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યાર પછી આંદ્રે રસલેની વિકેટ પડી. રસલે એકવાર ફરી ફેન્સને નિરાશ કર્યા. રસેલ 11 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ થયો. રસેલની વિકેટ ટી નટરાજને લીધી. કેપ્ટન મોર્ગન ઇનિંગની છેલ્લી બોલે આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 બોલમાં 34 રન બનાવ્યા. મોર્ગનની વિકેટ થંપીએ લીધી. જ્યારે દિનેશ કાર્તિક અંત સુધી અણનમ રહ્યો. કાર્તિકે 14 બોલમાં 29 રન બનાવ્યા. મોર્ગન અને કાર્તિક વચ્ચે 58 રનની પાર્ટનરશિપ થઈ. આમ, કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા.

નટરાજને 2, રાશિદ, શંકર અને થંપીએ 1-1 વિકેટ લીધી:

હૈદરાબાદની બોલિંગની વાત કરીએ તો આજે સૌથી સારું પ્રદર્શન સંદિપ શર્મા, વિજય શંકર, રાશિદ ખાન અને ટી નટરાજનનું રહ્યું. સંદિપે 4 ઓવરમાં 6.80ની સરેરાશથી માત્ર 27 રન આપ્યા. જોકે, તે વિકેટ લેવામાં સફળ ન થયો. જ્યારે વિજય શંકરે 4 ઓવરમાં માત્ર 20 આપીને 1 વિકેટ લીધી. રાશિદ ખાને પણ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી. જ્યારે ટી નટરાજને 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી. બાસિલ થાંપીએ પણ 4 ઓવરમાં 46 રન ખર્ચીને 1 વિકેટ પોતાના નામે કરી. હૈદરાબાદને મેચ જીતવા 164 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પ્લેઈંગ ઇલેવન:

SRH ટીમ:

ડેવિડ વોર્નર(કેપ્ટન), જોની બેરસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુલ સમાદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન, બાસિલ થાંપી.

KKR ટીમ:

રાહુલ ત્રિપાઠી, શુબમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક(વિકેટકીપર), ઇઓન મોર્ગન(કેપ્ટન), આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, વરૂણ ચક્રવર્તી.

આ વીડિયો પણ જુઓ: ભુજમાં પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન