ips ankita sharma helping students for upsc exam preparation see photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલિવૂડ અભિનેત્રીઓની જેમ જ સ્ટાઈલિશ છે IPS અંકિતા, હવે આ કામ માટે થઈ રહ્યાં છે વખાણ

બોલિવૂડ અભિનેત્રીઓની જેમ જ સ્ટાઈલિશ છે IPS અંકિતા, હવે આ કામ માટે થઈ રહ્યાં છે વખાણ

 | 4:21 pm IST
  • Share

આઈપીએસ અંકિતા શર્મા(Ankita Sharma) એવા યુવાનોને મદદ કરવા આગળ આવી છે કે જેમને કંઈક કરવાની ધગશ છે. અંકિતા શર્માનું આ પગલું સોશિયલ મીડિયા પર ભારે વખણાઈ રહ્યું છે અને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. અંકિતા ખરેખર આખું અઠવાડિયું ફરજ બજાવવામાં વ્યસ્ત રહે છે અને રવિવારે એક શિક્ષકની ભૂમિકા ભજવે છે.

આ સમય દરમિયાન તે તેની ઓફિસમાં લગભગ 20-25 યુવાનોને ભણાવે છે. કે જેઓ (UPSC)ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમાંના મોટાભાગના એવા યુવાનો શામેલ છે, જે મોંઘું ટ્યુશન રાખી નથી શકતા. ઉલ્લેખનીય છે કે અંકિતા તેના દેખાવ ઉપરાંત તેના કામને લઈને પણ ચર્ચામાં રહે છે અને ઘણીવાર તે ઈંસ્ટાગ્રામ પર સ્ટાઇલિશ ફોટોઝ શેર કરતી રહે છે.

આઈપીએસ અંકિતા શર્મા છત્તીસગની રાજધાની રાયપુરના આઝાદ ચોક વિસ્તારમાં પોલીસ મ્યુનિસિપલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (સીએસપી) તરીકે નૈતાન છે. તે છત્તીસગના દુર્ગ જિલ્લાના એક નાના ગામમાંથી આવે છે. અંકિતા શર્માને વર્ષ 2018માં યુપીએસસી પરીક્ષામાં 203મો રેન્ક મેળવ્યો. આ પછી અંકિતા છત્તીસગઢની હોમ કૈડર મેળવનારી પ્રથમ મહિલા આઈપીએસ બની. તો જુઓ અંકિતાની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન