IPS Arun Bothara Shared Video And Made fun Of China
  • Home
  • Featured
  • આ વ્યક્તિએ ગોળી લાગવા છતા ના છોડી બીડી અને ચીન કહે છે જમીન છોડી દો! IPSએ શેર કર્યો વિડીયો

આ વ્યક્તિએ ગોળી લાગવા છતા ના છોડી બીડી અને ચીન કહે છે જમીન છોડી દો! IPSએ શેર કર્યો વિડીયો

 | 1:11 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઇને તમે પણ ચોંકી જશે. એક વ્યક્તિને ગોળી લાગી ગઈ, પરંતુ તે હૉસ્પિટલમાં સ્ટ્રેચર પર બીડી પીતા જોવા મળ્યો. આ ઘટના જણાવતા તે વચ્ચે વચ્ચે બીડીનાં કશ લેતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોને ઓરિસ્સાનાં સીનિયર આઈપીએસ અરૂણ બોથરાએ ટ્વીટર પર શેર કર્યો છે, જ્યાંથી આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળે છે કે સામે રિપોર્ટ્સ ઉભા છે અને તે વ્યક્તિ ઘટના વિશે જાણકારી આપી રહ્યો છં અને તેમના હાથમાં બીડી છે. તે સ્ટ્રેચર પર સુતા સુતા વાત કરી રહ્યો છે અને વચ્ચે વચ્ચે કશ લઇ રહ્યો છે. ગોળી લાગ્યા બાદ પણ તેમના હાથમાંથી બીડી ના છૂટી. આઈપીએસ અરૂણ બોથરાએ મજાક કરતા લખ્યું કે, ‘આ વ્યક્તિએ બીડી ના છોડી અને ચીનવાળા કહી રહ્યા છે જમીન છોડી દો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન