funny video of man moment during speech and people applauding
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પેટ પકડીને હસાવે એવો આ વીડિયો જોઈને કહેશો-દરેક સભામાં એક આવો લિજેન્ડ હોવો જ જોઈએ!

પેટ પકડીને હસાવે એવો આ વીડિયો જોઈને કહેશો-દરેક સભામાં એક આવો લિજેન્ડ હોવો જ જોઈએ!

 | 5:16 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો એવા મજેદાર હોય કે ભારે વાયરલ થતાં હોય છે. એક શખ્સ સભામાં લોકો વચ્ચે ભાષણ આપતો હતો. ત્યારે બધા લોકો શાંતિથી ભાષણ સાંભળતા હતા. એવામાં અચાનક સભામાં બેઠેલામાંથી એક વ્યક્તિએ કંઈક એવું કારમાનું કર્યું કે આખી સભા તાળીઓથી ગૂંજી ઉઠી. હવે આ વીડિયો આઈપીએસ ઓફિસર અરુણ બોથરાએ શેર કર્યો છે અને હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

બન્યું એવું કે ભાષણ સાંભળતો એક શખ્સ તંબાકુ ખાતો હતો. તંબાકુ ચોળતા ચોળતા હાથને જોરથી બીજા હાથ પર માર્યો. એ ભાઈને તો તંબાકુ ખાવી હતી, પરંતુ લોકો તો કંઈક બીજુ સમજ્યા અને એમને એમ થયું કે તાળીઓ પાડવાની છે. એટલે આખી સભામાં લોકો તાળીઓ વગાડવા લાગ્યા. થોડી વાર તો બોલનાર પણ જોતો રહ્યો કે આખરે આ બધા આટલી બધી તાળીઓ કઈ વાત માટે પાડી રહ્યા છે. જો કે થોડીવાર માટે એનું મનોબળ જરૂરથી વધી ગયું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન