NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ઇરાન-ઇરાકમાં ૧૨ વર્ષનો ભીષણ ભૂકંપ, મૃત્યુઆંક ૫૩૦થી વધુ

ઇરાન-ઇરાકમાં ૧૨ વર્ષનો ભીષણ ભૂકંપ, મૃત્યુઆંક ૫૩૦થી વધુ

 | 4:50 am IST

બગદાદ, તહેરાન : ઇરાન અને ઇરાકમાં આવેલા ભૂકંપમાં મરનારાઓની સંખ્યા ૫૩૦થી વધુ થઇ છે. ઉપરાંત ૭,૦૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇરાનમાં ૨૦ ગામો પૂરેપૂરા નાશ પામ્યા છે. આ ધરતીકંપ આવ્યાના ૧૦ કલાક બાદ ૧૦૦ આફ્ટર શોક આવ્યા હતા. ઇરાકના બગદાદ અને દરબંદીખાન સુધી જ્યારે ઇરાનના કરમનશાહ સુધીના વિસ્તારમાં ભૂકંપે તબાહી મચાવી હતી.

ભૂકંપના આંચકાના ઇરાન- ઇરાકની સરહદે રવિવારે રાત્રે લગભગ ૯.૩૦ કલાકે અનુભવાયા હતા. સરહદ પરના વિસ્તાર હાલબ્જાથી લગભગ ૩૦ કિલોમીટર દૂર તેનું કેન્દ્ર હતું. રેક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૩ રહી હતી. તીવ્રતા એવી હતી કે ૩૩.૯ કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપનો ધ્રુજારો અનુભવાયો હતો. ભૂકંપની અસર ૩૫૦ કિલોમીટર સુધી રહી હતી. ઇરાન ઇરાકમાં છેલ્લા ૧૨ વર્ષમાં આ સૌથી ભીષણ ભૂકંપ હતો. આ ધરતીકંપમાં ઇરાનના ૨૦ ગામો આખે આખા તબાહ થઇ ગયા છે. ટીવી હેવાલ મુજબ ૭.૩ તીવ્રતાના ભૂકંપ બાદ અત્યાર સુધીમાં ૧૯૩ આફ્ટર શોક અનુભવાયા હતા. ભૂકંપથી ઇરાનના ૧૪ પ્રાંત પ્રભાવિત થયા છે. અર્ધ સત્તાવાર સમાચાર સંસ્થા તસ્નીમના મતે ઇરાનમાં અત્યાર સુધીમાં ૫૩૦ લોકોનાં મોત ધરતીકંપને કારણે થયા છે, જ્યારે ૭,૩૭૦ લોકો ઇજા પામ્યા છે.

૭૦ હજાર રાહત શિબિરોની જરૂર

ધરતીકંપથી ૭૦ હજાર લોકો પ્રભાવિત થયા છે. એટલી જ સંખ્યામાં રાહત શિબિરની જરૂર પડશે. ૫૦ ડિઝાસ્ટર મેનેજમેન્ટન ટીમ કાર્યરત છે. તુર્કીએ પણ પીડિતો માટે ૪,૦૦૦ ટેન્ટ અને ૭,૦૦૦ ધાબળા મોકલ્યા છે. ઇરાનના સરકારી ટીવીના મતે હજારોની સંખ્યામાં લોકોને શિબિરમાં રખાયા છે, જ્યારે ઘણા લોકો હજુ ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે.

;