Iran Launched Balletic Missile Near France Air Base Were Indian Rafale Is
  • Home
  • Featured
  • ભારતનાં રાફેલ જ્યાં હતા તેની નજીક જ ઈરાનની અવળચંડાઈ, દાગી ધડાધડ મિસાઇલો

ભારતનાં રાફેલ જ્યાં હતા તેની નજીક જ ઈરાનની અવળચંડાઈ, દાગી ધડાધડ મિસાઇલો

 | 9:51 am IST

ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ઈરાને મંગળવારનાં સંયુક્ત અરબ અમીરાત સ્થિત ફ્રાન્સનાં અલ ધાફ્રા હવાઈ મથકની પાસે અનેક મિસાઇલો દાગી છે. આ ઈરાની મિસાઇલ પરીક્ષણ બાદ આખા ફ્રાન્સિસી બેઝને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. અલ ધાફ્રા એરબેઝ પર આજે ભારત આવી રહેલા 5 રાફેલ જેટ ઉભા હતા અને તેમની સાથે ભારતીય પાયલટ પણ હતા. ઈરાની મિસાઇલ ખતરાને જોતા ભારતીય પાયલટને પણ સુરક્ષિત સ્થાનો પર છુપાઈ જવા માટે કહેવામાં આવ્યું.

અમેરિકી અને ફ્રાન્સિસી સૈન્ય ઠેકાણાઓની પાસે મિસાઇલ પરીક્ષણ 

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાની મિસાઇલ ટેસ્ટની પુષ્ટિ કરી અને કહ્યું છે કે ઈરાને મંગળવારનાં વહેલીસવારે સ્ટ્રેટ ઑફ હરમુઝની પાસે અનેક મિસાઇલો દાગી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઈરાનની મિસાઇલોએ ખાડી સ્થિત અમેરિકી અને ફ્રાન્સિસી સૈન્ય ઠેકાણાઓની પાસે મિસાઇલ પરીક્ષણ કર્યું. ઓછામાં ઓછી 3 મિસાઇલો દરિયાની અંદર પડી હોવાની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનની આ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે.

ફ્રાન્સિસી એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું

આ ઈરાની મિસાઇલો કતારનાં અલ ઉદેઇદ અને યૂએઈનાં અલ ધાફ્રા એરબેઝની પાસે પડી. અલ ધાફ્રામાં જ ભારતીય વાયુસેનાનાં નવા રાફેલ ફાઇટર ઉભા હતા. ઈરાની મિસાઇલ હુમલા બાદ આખા ફ્રાન્સિસી એરબેઝને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું અને ભારતીય પાયલટોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે 5 રાફેલ ફાઇટર જેટ આજે ભારત પહોંચી રહ્યા છે અને તેમને અંબાલા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. આને ભારતીય વાયુસેનામાં તેના 17મી સ્કવૈડ્રનનાં ભાગ રૂપે સામેલ કરવામાં આવશે, જેને ‘ગોલ્ડન એરો’નાં રૂપમાં ઓળખવામાં આવે છે.

સૌથી મોટો રક્ષા કરાર 

આ વિમાનો લગભગ 7 હજાર કિલોમીટરની મુસાફરી કરીને અંબાલા વાયુસેના અડ્ડા પર ઉતરશે. વાયુસેનાનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, એરફોર્સ ચીફ બુધવારનાં યુદ્ધ વિમાનોને રિસીવ કરવા માટે અંબાલામાં હશે જેમને 2016માં 60 હજાર કરોડ રૂપિયાનાં દેશનાં સૌથી મોટા રક્ષા કરાર અંતર્ગત સામેલ કરવામાં આવી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: રાફેલ ભારતીય વાયુસેનાની આધુનિક તાકાત છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન